મુંબઇ,
તા.14: દક્ષિણ આફ્રિકાનો પૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કલ ટીમ ઇન્ડિયાનો નવો બોલિંગ કોચ
બન્યો છે. તેનો કરાર તા. 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. મોર્ને મોર્કલ ભારતીય ટીમના બોલિંગ
કોચ તરીકે નિયુક્તિને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે. રાહુલ દ્રવિડના
સ્થાને ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ કોચ થયા બાદ સપોર્ટ સ્ટાફમાં પણ ફેરફાર થયા છે.
અભિષેક નાયર અને રેયાન ટેન ડોશ્ટે ટીમના નવા આસિ. કોચ બન્યા છે.
મોર્ને
મોર્કલ શરૂઆતથી જ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ બનવાની રેસમાં આગળ હતા. મોર્કલ આઇપીએલમાં
ગંભીર સાથે કોચિંગ સ્ટાફમાં કામ કરી ચૂક્યા છે. બન્ને લખનઉ સુપર જાયન્ટસ ટીમના હિસ્સા
હતા. મોર્ને મોર્કલ અગાઉ પાકિસ્તાન નેશનલ ટીમના બોલિંગ કોચ રહી ચૂક્યા છે.
39
વર્ષીય મોર્ને મોર્કલે દ. આફ્રિકા તરફથી 86 ટેસ્ટ, 117 વન ડે અને 44 ટી-20 મેચ રમ્યા
છે. જેમાં તેના નામે અનુક્રમે 309, 188 અને 47વિકેટ છે.