• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

સાઇના આર્થરાઇટિસથી પીડિત : નિવૃત્તિનો સંકેત આપ્યો

નવી દિલ્હી, તા.3: ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી અને પૂર્વ ઓલિમ્પિક કાંસ્ય ચંદ્રક વિજેતા સાઇના નેહવાલે ખુલાસો કર્યો છે કે તે આર્થરાઇટિસ (સ્નાયુ દુ:ખવા)ની બીમારીથી પીડિત છે. આથી આ વર્ષના અંતમાં રમતમાં પોતાનાં ભવિષ્ય પર ફેંસલો લેશે, કારણ કે આ બીમારીને લીધે રોજ પ્રેક્ટિસ કરવી મુશ્કેલ છે. વિશ્વની પૂર્વ નંબર વન 34 વર્ષીય સાઇના નેહવાલે વર્ષ 2012 લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. તે હાલ તેની કેરિયરના અંતિમ તબક્કામાં છે. સાઇના કહે છે કે ટોચના ખેલાડી માટે ફકત બે કલાકનો અભ્યાસ પર્યાપ્ત નથી. હું હવે દરરોજ બે કલાકથી વધુ અભ્યાસ કરી શકવાની ક્ષમતા ધરાવતી નથી. આથી હું નિવૃત્ત થવા પર વિચારી રહી છું. મેં 9 વર્ષથી બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. આવતાં વર્ષે 3પની થઈશ. બેડમિન્ટન છોડવું પીડાદાયક બની રહેશે. આ બારામાં આ વર્ષના અંત સુધીમાં નિર્ણય લઈશ. સાઇનાએ તેની આખરી મોટી ટૂર્નામેન્ટ એક વર્ષ પહેલાં સિંગાપોર ઓપન રમી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ભાવનગર અને અમરેલી જિલ્લામાં કેફી પદાર્થના કારોબારનો પર્દાફાશ September 14, Sat, 2024