બે
અમેરિકી ખેલાડી ટેલર ફિટજ અને ફ્રાંસિસો ટિયાફો અંતિમ ચારમાં
ન્યૂયોર્ક,
તા.4: અમેરિકી ટેનિસ મહિલા ખેલાડી એમ્મા નવારો
પહેલીવાર કોઈ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં પહોંચી છે. તેણીએ અપસેટ
કરીને ક્વાર્ટર ફાઇનલ મેચમાં સ્પેનની પાઉલા બેડોસાને 6-2 અને 7-પથી હાર આપી હતી. આવતીકાલે
સેમિમાં તેની ટક્કર બીજા ક્રમની બેલારૂસની ખેલાડી આર્યના સબાલેંકા વિરુદ્ધ થશે. તેણીએ
સાતમા નંબરની ચીનની ખેલાડી ઝેંગ કિનવેનને 6-2 અને 6-2થી હાર આપી હતી. ઝેંગ પેરિસ ઓલિમ્પિકમાં
ગોલ્ડ મેડલ જીતી હતી.
પુરુષ
વિભાગમાં ચોથો ક્રમનો જર્મન ખેલાડી એલેક્ઝાંડર જેવરેવ ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકી ખેલાડી
ટેલર ફિટજ સામે હારીને બહાર થયો છે. જેવરેવ વિરુદ્ધ ફિટજની 7-6, 6-3, 6-4 અને 7-6થી
વિજય થયો હતો. આ મેચ 3 કલાક 26 મિનિટ ચાલ્યો હતો. અમેરિકી ખેલાડી ફિટજનો સેમિમાં સામનો
પોતાના જ દેશના ખેલાડી ફ્રાંસિસ ટિયાફો વિરુદ્ધ થશે. બુલ્ગેરિયાનો ગ્રિગોર દિમિત્રોવ
ઇજાને લીધે ચોથા સેટમાં હટી ગયો હતો ત્યારે સ્કોર હતો, 6-3, 6-7, 6-3 અને 4-1.
બોપન્ના-સુત્જિયાદીની જોડી સેમિમાં હારી
ભારતના
અનુભવી ખેલાડી રોહન બોપન્ના અને તેની સાથીદાર ઇન્ડોનેશિયાની એલ્ડિલા સુત્જિયાદીની યુએસ
ઓપનની સફર સમાપ્ત થઈ છે. મિક્સ્ડ ડબલ્સના સેમિ ફાઇનલમાં આ જોડીનો 8મા ક્રમની જોડી અમેરિકાના
ટેલર ટાઉનસેંડ અને ડોનાલ્ડ યંગ વિરુદ્ધ 3-6 અને 4-6થી પરાજય થયો હતો.