• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

હેડની આતશી અર્ધસદી : ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો વિજય

સેમ કરનની એક ઓવરમાં ટ્રેવિસ હેડે 3 ચોક્કા અને 3 છક્કાથી 30 રન ઝૂડયા

સાઉથમ્પટન, તા.12: પાવર હિટર ટ્રેવિસ હેડની 23  દડામાં પ9 રનની આતશી ઇનિંગની મદદથી પ્રથમ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાનો 28 રને વિજય થયો હતો. ટ્રેવિસ હેડે ફરી એકવાર વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરનની એક ઓવરમાં 30 રન ઝૂડયા હતા. હેડેનો આ ઓવરમાં સ્કોર 4, 4, 6, 6, 6, 4 રહ્યો હતો. તેણે 19 દડામાં 8 ચોક્કા અને 4 છક્કાથી પ9 રનની ધસમસતી ઇનિંગ રમી હતી. આથી ઓસ્ટ્રેલિયાએ પાવર પ્લેમાં 86 રન કર્યાં હતા અને 10 ઓવર બાદ સ્કોર બે વિકેટે 118 રન હતો. ત્યારે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ 200ના આંકડાને પાર કરશે તેવી હતી, પણ 3 દડા બાકી રહેતા પૂરી ઓસ્ટ્રેલિયન ટીમ 179 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેથ્યૂ શોટે 26 દડામાં 44 રનની ઇનિંગ રમી હતી અને હેડ સાથે પહેલી વિકેટમાં 86 રનની ભાગીદારી કરી હતી. જોશ ઇંગ્લીશે 37 રન કર્યાં હતા. બાકીના કાંગારૂ બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. લિયામ લિવિંગસ્ટોને 3 વિકેટ લીધી હતી.

180 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડ ટીમ ચાર દડા બાકી રહેતા 1પ1 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. લિવિંગસ્ટોને 37 અને સેમ કરને 18 રન કર્યાં હતા. કેપ્ટન ફિલ સોલ્ટ 20 રને આઉટ થયો હતો. શેન એબોટે 3 વિકેટ લીધી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024