કોરિયાને
3-1થી હાર આપી: કાલે પાક. સામે ટક્કર
હુલુનબુઇર
(ચીન), તા.12: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય પુરુષ હોકી ટીમનો સતત ચોથો વિજય થયો
છે. આજે રમાયેલા લીગ મેચમાં ભારતે દ. કોરિયાને 3-1 ગોલથી હાર આપી હતી. ભારતીય હોકી
ટીમ પહેલેથી જ સેમિ ફાઇનલમાં પહોંચી ચૂકી છે. ચાર મેચમાં ચાર જીતથી ભારતના 12 પોઇન્ટ
છે અને ટોચ પર છે. ભારતીય હોકી ટીમ હવે શનિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે રમશે.
તે હાલ પોઇન્ટ ટેબલ પર બીજા નંબર પર છે. તેના 3 મેચમાં 1 જીત અને 2 ડ્રો સાથે પ અંક
છે.
દ. કોરિયા
વિરુદ્ધના મેચમાં ભારતીય કપ્તાન હરમનપ્રિત સિંઘે બે ગોલ કર્યાં હતા. પહેલો ગોલ અરાજીત
સિંઘે 8મી મિનિટે કર્યો હતો. એ પછી 9મી મિનિટે હરમનપ્રિત સિંઘે પેનલ્ટી કોર્નરની મદદથી
ગોલ કરીને ભારતને સરસાઇ 2-0 કરી હતી. કોરિયાના ખેલાડી યાંગ જિહુને 30મી મિનિટે ગોલ
કરીને ભારતની સરસાઇ ઓછી કરી હતી. કપ્તાન હરમને 43મી મિનિટે ગોલ કર્યો હતો અને ભારતનો
3-1થી શાનદાર વિજય થયો હતો.