કપ્તાન
રોહિત અને વિરાટ ટીમ સાથે જોડાયા
ચેન્નાઇ,
તા.13: આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ના ફાઇનલમાં સતત ત્રીજીવાર પહોંચવાના
અભિયાન તરફ આગેકૂચ કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ લાંબા વિશ્રામ બાદ ફરી મેદાનમાં ઉતરી
છે. ટીમ ઇન્ડિયાએ લગભગ એક મહિનાના રેસ્ટ બાદ ફરી પ્રેક્ટિસ સેશનનો ચેન્નાઇના ચેપોક
સ્ટેડિયમ ખાતે આજથી પ્રારંભ કર્યો છે. જ્યાં ટીમ ઇન્ડિયા તા. 19 સપ્ટેમ્બર-ગુરુવારથી
બાંગલાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ પછી 27મી કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમ
ખાતે બીજો ટેસ્ટ રમાશે.
સ્ટાર
બેટર વિરાટ કોહલી આજે સવારે લંડનથી સીધો જ ચેન્નાઇ આવી પહોંચ્યો હતો અને ટીમ સાથે જોડાયો
હતો. કપ્તાન રોહિત શર્માની પણ આજે ચેન્નાઇમાં એન્ટ્રી થઇ હતી. ઝડપી બોલર જસપ્રિત બુમરાહ,
ઋષભ પંત, કેએલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાઝ અને કેએલ રાહુલ સહિતના બીજા
કેટલાક ખેલાડીઓ ગુરુવારે જ અહીં આવી પહોંચ્યા હતા. છેલ્લે ઓગસ્ટમાં ટીમ ઇન્ડિયાને શ્રીલંકા
સામેની વન ડે શ્રેણીમાં હારનો સમાનો કરવો પડયો હતો.
નવા
કોચ ગૌતમ ગંભીરની આ પહેલી ટેસ્ટ સિરીઝ છે. જયારે બોલિંગ કોચ દ. આફ્રિકાનો મોર્ને મોર્કલ
પહેલીવાર આજે ટીમ ઇન્ડિયા સાથે જોડાયો હતો. ટીમના અભ્યાસ સત્ર દરમિયાન મોર્કલ જોવા
મળ્યો હતો. પ્રેક્ટિસ સેશનમાં વિરાટ કોહલીએ બીજા ખેલાડીઓ કરતા 4પ મિનિટ વધુ બેટિંગ
અભ્યાસ કર્યો હતો. તેની સામે બુમરાહે પૂરી તાકાતથી બોલિંગ કરી હતી. બીસીસીઆઇએ અભ્યાસ
સત્રની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી લખ્યું છે કે કાઉન્ટ ડાઉન શરૂ.
ડબ્લ્યૂટીસીમાં
ભારત હાલ 68.પ2 જીતની ટકાવારી સાથે ટોચ પર છે અને ફાઇનલ માટે પોલ પોઝિશન પર છે. બાંગલાદેશ
ટીમ 4પ.83 જીતની ટકાવારી સાથે ચોથા સ્થાન પર છે. તેણે તાજેતરમાં પાકિસ્તાન સામે 2-0થી
ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીત મેળવી છે.