બીજા દાવમાં પૃથ્વીના 76 રનથી મુંબઇના 6 વિકેટે 153 : રેસ્ટનો બેટર ઈશ્વરન બેવડી સદી ચૂક્યો
લખનઉ,
તા.4 : પહેલા દાવમાં પ37 રન ખડકનાર રણજી ટ્રોફી વિજેતા મુંબઇ ટીમનો ઇરાની ટ્રોફીના
બીજા દાવમાં ધબડકો થયો હતો અને 1પ3 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે મુંબઇ ટીમ
ચોથા દિવસની રમતના અંતે રેસ્ટ ઓફ ઇન્ડિયાથી 274 રન આગળ છે. મેચનો આવતીકાલે અંતિમ દિવસ
છે. આથી મેચની સ્થિતિ રોમાંચક બની છે. મેચ જો ડ્રો જશે તો પહેલા દાવની સરસાઇના આધારે
મુંબઇ ટીમ ઇરાની ટ્રોફી વિજેતા જાહેર થશે.
મુંબઇ
તરફથી બીજા દાવમાં એકમાત્ર પૃથ્વી શોએ 76 રનની ઇનિંગ રમી હતી. તેણે 10પ દડાની ઇનિંગમાં
8 ચોકકા-1 છકકો ફટકાર્યોં હતો. જ્યારે પહેલા
દાવમાં બેવડી સદી કરનાર સરફરાઝ ખાન 9 રને નોટઆઉટ રહ્યો હતો. કપ્તાન રહાણે 9 અને શ્રેયસ
અય્યર 8 રને આઉટ થયા હતા. ચોથા દિવસની રમતના અંતે મુંબઇના બીજા દાવમાં 40 ઓવરમાં 6
વિકેટે 1પ3 રન થયા હતા. રેસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી સારાંશ જૈને 4 વિકેટ લીધી હતી.
આ પહેલા
આજે રેસ્ટ ઓફ ઇન્ડિયાનો પ્રથમ દાવ 110 ઓવરમાં 416 રને સમાપ્ત થયો હતો. આથી મુંબઇને
121 રનની લીડ મળી હતી. અભિમન્યૂ ઇશ્વર બેવડી સદી ચૂકીને 191 રને આઉટ થયો હતો. ધ્રુવ
જુરલે પણ સદી ચૂકી ગયો હતો. તેણે 93 રનની ઇનિંગ રમી હતી. મુંબઇ તરફથી શમ્સ મુલાની અને
તનુષ કોટિયને 3-3 વિકેટ લીધી હતી.