• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

વિન્ડિઝ વિ. આફ્રિકાનો 10 વિકેટે શાનદાર વિજય

119 રનનો વિજય લક્ષ્યાંક 17.5 દડામાં વિના વિકેટે હાંસલ કર્યોં

દુબઈ તા.4: મહિલા ટી-20 વિશ્વ કપના આજના ગ્રુપ બી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ દ. આફ્રિકાનો 10 વિકેટે સંગીન વિજય થયો હતો. દ. આફ્રિકા મહિલા ટીમે 119 રનનો વિજય લક્ષ્યાંક 13 દડા બાકી રાખીને વિના વિકેટે 17.પ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. મહિલા ટી-20માં વિન્ડિઝ વિરૂધ્ધ આફ્રિકાનો આ સૌથી મોટો વિજય છે.

આજના મેચમાં દ. આફ્રિકા તરફથી બન્ને ઓપનર કપ્તાન લોરા વુલફાર્ટ અને તેજમિન બ્રિટસ અર્ધસદી કરી અણનમ રહી હતી. લોરાએ પપ દડામાં 7 ચોકકાથી પ9 અને બ્રિટસે પ2 દડામાં 6 ચોકકાથી પ7 રન કર્યાં હતા. બન્ને વચ્ચે પહેલી વિકેટમાં 119 રનની અતૂટ અને વિજયી ભાગીદારી થઇ હતી.

અગાઉ વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 118 રન જ કરી શકી હતી. જેમાં સ્ટેફની ટેલરના અણનમ 44 રન મુખ્ય હતા. કપ્તાન હેલી મેથ્યૂસ (10) સહિતની બાકીની બેટર નિષ્ફળ રહી હતી. આફ્રિકા તરફથી નોનકુલકેવા મ્લાબાએ 23 રનમાં 4 વિકેટ લીધી હતી. તેણી પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઇ હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક