• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

ઋષભ પંતની મિડ નાઈટ પોસ્ટે મચાવી ખલબલી

-ફેન્સને સવાલ કર્યો IPL ઓક્શનમાં પોતાના માટે કેટલી બોલી લાગશે

 

નવી દિલ્હી, તા. 12 : આઈપીએલ 2025 ઓક્શન પહેલા દિલ્હી કેપીટલ્સના કેપ્ટન ઋષભ પંતની એક પોસ્ટે ઈન્ટરનેટ ઉપર ખલબલી મચાવી દીધી છે. પંતે અડધી રાતે ફેન્સને સવાલ કર્યો હતો કે તે આઈપીએલ ઓક્શનમાં જાય તો તેને કોઈ ટીમ ખરીદશે કે નહીં? જો ખરીદશે તો કેટલામાં ખરીદશે ? પંતે આ પોસ્ટ લગભગ રાત્રે સાડા બાર આસપાસ કરી હતી અને ફેન્સે તરત જ રિએક્શન પણ આપ્યા હતા.

અમુક ફેન્સે નિલામી માટેની રકમ બતાવી હતી તો અમુક કે કહ્યું હતું કે રાતે નશામાં કરેલી પોસ્ટ છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલ 2025 મેગા ઓક્શન વર્ષના અંતમાં થવાનું છે. તેની પહેલા દરેક ટીમે 31 ઓક્ટોબર સુધીમાં બીસીસીઆઈને પોતાના રિટેન કરેલા ખેલાડીઓની યાદી સોંપવામાં આવી છે. ઋષભ પંતે કાર એક્સિડેન્ટ બાદ ચાલુ વર્ષે આઈપીએલના માધ્યમથી જ વાપસી કરી હતી. સીઝનમાં તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું પણ પંતનું ઈન્ટરનેશન કમબેક શાનદાર રહ્યું હતું. તે ભારતની ટી20 વિશ્વકપની વિનિંગ ટીમનો હિસ્સો રહ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક