-
ICC મહિલા ઝ-20 વિશ્વકપમાં શ્રીલંકાએ
આપેલું 115 રનનું લક્ષ્ય 18 ઓવરમાં પાર પાડયું
શારજાહ,
તા. 12 : આઈસીસી મહિલા ટી20 વિશ્વકપના 15મા મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે શ્રીલંકાને આઠ
વિકેટે સરળતાથી હરાવી દીધું હતું. મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં પાંચ
વિકેટના નુકસાને 115 રન કર્યા હતા. જેના જવાબમાં ન્યુઝિલેન્ડે ર્જ્યોજિયા પ્લીમરની
અર્ધસદીની ઈનિંગની મદદથી 17.3 ઓવરમાં જ 118 રન કરીને 8 વિકેટે મેચ નામે કરી લીધો હતો.
મેચમા
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બાટિંગ પસંદ કરી હતી. જો કે આ નિર્ણય નબળો સાબિત રહ્યો
હોય તેમ મેચની ચોથી ઓવરમાં 26 રનના કુલ સ્કોરે
વિશ્મી ગુનારત્ને આઉટ થઈ હતી. બાદમાં ચમારી અટ્ટાપટ્ટુ અને હર્ષિતા મદાવીએ બાજી સંભાળી
હતી. અંદાજીત 10 ઓવર સુધી બન્નેએ વિકેટનું પતન રોક્યું હતું અને 74ના સ્કોરે ચમારી
અટ્ટાપટ્ટુ 35 રને આઉટ થઈ હતી. બાદમાં ન્યુઝિલેન્ડની બોલરોએ શ્રીલંકાને બાંધીને રાખ્યું
હતું અને અંતે 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 115 રન થઈ શક્યા હતા. બીજી તરફ ન્યુઝિલેન્ડે
સ્કોરનો પીછો કરતા મજબુત બેટિંગ બતાવી હતી. જ્યોર્જિયા પ્લીમરના 44 બોલમાં 53 અને એમિલિયા
કેરના 31 બોલમાં 34 રનની મદદથી ન્યુઝિલેન્ડની મહિલા ટીમે 17.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને
લક્ષ્ય પાર પાડયું હતું.