IPLના કરોડપતિ 13 વર્ષીય વૈભવ સૂર્યવંશીના
દેખાવ પર નજર
દુબઇ
તા.29: અન્ડર-19 એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે. ભારતીય યુવા
ટીમની પહેલી ટકકર શનિવારે પરંપરાગત હરીફ પાકિસ્તાન વિરૂધ્ધ થશે. આ મેચ દુબઇમાં સવારે
10-30થી શરૂ થશે. ગ્રુપ એમાં ભારત-પાકિસ્તાન સાથે યૂએઇ અને જાપાન ટીમ છે. ગ્રુપ બીમાં
અફઘાનિસ્તાન, બાંગલાદેશ, નેપાળ અને શ્રીલંકા ટીમ છે. લીગ રાઉન્ડના અંતે પોઇન્ટ ટેબલ
પર ટોચ પર રહેનાર બન્ને ગ્રુપની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. સેમિ ફાઇનલ મેચ
6 ડિસેમ્બરે અને ફાઈનલ મુકાબલો 8 ડિસેમ્બરે દુબઇમાં રમાશે. ભારતીય ટીમ તા. બીજીએ જાપાન
સામે અને ચોથીએ યૂએઇ વિરૂધ્ધ રમશે. ભારતની અન્ડર-19 એશિયા કપ ટીમમાં સૌરાષ્ટ્રનો વિકેટકીપર
હરવંશ સિંઘ સામેલ છે.
આઇપીએલની
હરાજીમાં 1.1 કરોડમાં રાજસ્થાન રોયલ્સ ટીમમાં સામેલ થનાર 13 વર્ષીય વૈભવ સૂર્યવંશીના
દેખાવ પર તમામની નજર રહેશે. અન્ડર-19 એશિયા કપનું પ્રસારણ સોની સ્પોર્ટસની ચેનલો પરથી
થશે.