• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રેરકના ઓલરાઉન્ડ દેખાવથી ઉત્તરાખંડ સામે સૌરાષ્ટ્રનો વિજય પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને પહોંચી ક્વાર્ટરની આશા જીવંત રાખી

ઇન્દોર તા.29: પ્રેરક માંકડના ઓલરાઉન્ડ દેખાવથી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટના ગ્રુપ બીના આજના મેચમાં ઉત્તરાખંડની ટીમ વિરુદ્ધ 43 રને વિજય થયો છે. સૌરાષ્ટ્ર ટીમ 4 મેચના અંતે 3 જીત સાથે પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને પહોંચી છે અને ક્વાર્ટર ફાઇનલની આશા જીવંત રાખી છે. સૌરાષ્ટ્રના 12 પોઇન્ટ છે. 16 પોઇન્ટ સાથે વડોદરા ટીમ ટોચ પર છે.

સૌરાષ્ટ્રના 20 ઓવરમાં 7 વિકેટે 186 રનના જવાબમાં ઉત્તરાખંડ ટીમના 20 ઓવરમાં 6 વિકેટે 143 રન થયા હતા. સૌરાષ્ટ્ર તરફથી પ્રેરક માંકડે 3પ દડામાં 3 ચોક્કા-3 છક્કાથી પ4, હાર્વિક દેસાઇએ 29 દડામાં 8 ચોક્કા-1 છક્કાથી 41, વિશ્વરાજ જાડેજાએ 32 રન કર્યાં હતા. ઉત્તરાખંડ તરફથી આકાશ મધવાલે 3 વિકેટ લીધી હતી. સ્વપ્નિલ સિંહે ઉત્તરાખંડ તરફથી સર્વાધિક 44 રનની ઇનિંગ રમી હતી. રવિકુમાર સમર્થે 2પ રન કર્યાં હતા. સૌરાષ્ટ્ર તરફથી ધર્મેન્દ્ર જાડેજાને બે વિકેટ મળી હતી. અર્ધસદી અને 1 વિકેટ લેનાર પ્રેરક માંકડ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક