348
રનના વિજય લક્ષ્યાંક સામે શ્રીલંકાના 238
ગેકબેરહા
તા.9: બે મેચની ટેસ્ટ શ્રેણીમાં દ. આફ્રિકાએ 2-0થી પ્રવાસી ટીમ શ્રીલંકાનો
સફાયો કર્યોં છે. આ વિજયથી દ. આફ્રિકા ટીમ ઓસ્ટ્રેલિયાને ખસેડીને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ
ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલ પર ટોચ પર આવી ગઇ છે. બીજા ટેસ્ટના આજે આખરી દિવસે લંચ પહેલા
શ્રીલંકા વિરૂધ્ધ દ. આફ્રિકાનો 109 રને વિજય થયો હતો. 348 રનના વિજય લક્ષ્યાંક સામે
શ્રીલંકા ટીમ આજે બીજા દાવમાં 238 રને ઓલઆઉટ થઇ હતી. મેચમાં કુલ 7 વિકેટ લેનાર આફ્રિકી
બોલર ડેન પીટરસન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જયારે એક સદી અને ત્રણ અર્ધસદીથી કુલ
327 રન કરનાર આફ્રિકી કેપ્ટન તેંબા બાવૂમા પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો.
શ્રીલંકા
તરફથી બીજા દાવમાં કપ્તાન ધનંજય ડિ’િસલ્વાએ પ0 રનની સર્વાધિક
ઇનિંગ રમી હતી. કુસલ મેન્ડિસે 46, એન્જલો મેથ્યૂસે 32 અને કામિન્દુ મેન્ડિસે 3પ રન
કર્યાં હતા. આફ્રિકા તરફથી કેશવ મહારાજે પ વિકેટ અને રબાડા-પીટરસને 2-2 વિકેટ લીધી
હતી.
આફ્રિકાએ
પહેલા દાવમાં 3પ8 અને બીજા દાવમાં 317 રન કર્યાં હતા. જયારે શ્રીલંકાના પહેલા દાવમાં
328 અને બીજા દાવમાં 238 રન થયા હતા.