• બુધવાર, 12 માર્ચ, 2025

સૌરાષ્ટ્રનો સાહસિક બેટધર શેલ્ડન જેક્શન નિવૃત્ત 99 રણજી ટ્રોફી મેચમાં 19 સદી સાથે 6677 રન

રાજકોટ, તા.11: સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમની પાછલો દોઢ દશકની સફળતામાં મહત્ત્વનું યોગદાન આપનાર વિકેટકીપર-બેટર શેલ્ડન જેક્શને આજે લાલ દડાના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ગુજરાત ટીમ વિરુદ્ધના ક્વાર્ટર ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની હાર સાથે ભાવનગરના આ સાહસિક બેટધરની ક્રિકેટ સફર સમાપ્ત થઇ છે. શેલ્ડન જેકશને તેની 1પ વર્ષની શાનદાર ડોમેસ્ટિક કેરિયર દરમિયાન 106 ફર્સ્ટ કલાસ મેચ રમ્યા હતા. જેમાં તેના નામે 21 સદીથી 72પપ રન છે. ડિસેમ્બર-2011માં ડેબ્યૂ કરનાર શેલ્ડન જેકશને 99 રણજી ટ્રોફી મેચમાં 19 સદી અને 36 અર્ધસદીથી 6677 રન કર્યાં હતા. તેણે 4પથી વધુની સરેરાશથી રન કર્યાં છે. વિકેટકીપર તરીકે તેનો રોલ બહુ રહ્યો ન હતો.

 અગાઉ તેની સાથે સાગર જોગિયાણી હતો. તે વિકેટકીપરની ભૂમિકામાં રહેતો જયારે હવે આ ભૂમિકા હાર્વિક દેસાઇ ભજવી રહ્યો છે. શેલ્ડન જેક્શને ગયા મહિને રેડ બોલ ક્રિકેટમાં સંન્યાસ જાહેર કર્યો હતો. શેલ્ડન જેક્શનની નિવૃત્તિ વેળા સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના ખેલાડીઓ, એસીએના મોભી નિરંજનભાઇ શાહ, અધ્યક્ષ જયદેવ શાહ અને સેક્રેટરી હિમાંશુ શાહે શુભેચ્છા આપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025