• બુધવાર, 21 મે, 2025

દિલ્હી-લખનઉ વિજય માટે ઉત્સુક: પલડું કોનું ભારે ?

DC ઇલેવનમાં ફાક ડૂ પ્લેસિસ અને LSG ઇલેવનમાં મયંક યાદવના સમાવેશની સંભાવના

લખનઉ, તા.21: દિલ્હી કેપિટલ્સ ટીમ મંગળવારે રમાનાર મેચમાં લખનઉ સુપર જાયન્ટસનો સમાનો કરશે ત્યારે અક્ષર પટેલની ટીમને આશા રહેશે કે તેના પ્રારંભિક બેટધરો ફોર્મમાં પાછા ફરી સંગીન શરૂઆત આપશે. દિલ્હીના ઓપનર વર્તમાન સીઝનમાં અપેક્ષિત દેખાવ કરી રહ્યા નથી. સલામી જોડીના રૂપમાં અત્યાર સુધી ચાર બેટધર સાથે ત્રણ સંયોજન અજમાવ્યું છે. આમ છતાં પાછલા પાંચ મેચમાં પહેલી વિકેટ માટે 23, 34, 00, 09 અને 00 રનની ભાગીદારી થઇ છે. ડીસીએ અત્યાર સુધી પ્લેસિસ, ફ્રેઝર, અભિષેક અને કરુણને અજમાવ્યા છે. આમ છતાં અપેક્ષિત પરિણામ મળ્યું નથી.

ફાક ડૂ પ્લેસિસ ટીમનો વાઇસ કેપ્ટન છે. તે અનફિટની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આવતીકાલના એલએસજી વિરુદ્ધના મેચથી તે વાપસી કરી શકે છે. મીડલ ઓર્ડરમાં કેએલ રાહુલ સારો દેખાવ કરી રહ્યો હોવાથી તેનો ઓપનર તરીકે પ્રયોગ કરવાનું ડીસી કોચ હેમાંગ બદાણીએ હાલ મુલત્વી રાખ્યું છે. દિલ્હીના બેટર્સે લખનઉના બોલર્સ સામે સાવધાનીથી રમવું પડશે. જેમણે પાછલા મેચમાં રાજસ્થાન રોયલ્સની બે રને હાર આપી હતી. ખાસ કરીને આવશેખાનના યોર્કરથી બચવું પડશે. લખનઉ ટીમમાં ઝંઝાવાતી ઝડપી બોલર મયંક યાદવ લગભગ વાપસી કરશે. આ મેચમાં દિલ્હીના મિચેલ સ્ટાર્ક અને લખનઉના આવેશખાનના યોર્કરની ટક્કર રસપ્રદ બની રહેશે. દિલ્હી અને લખનઉ બન્ને ટીમના ખાતામાં પ-પ જીત સાથે 10-10 પોઇન્ટ છે. કપ્તાન પંતનું રન ન કરવું એલએસજીની સૌથી મોટી ચિંતા છે. દિલ્હીના કપ્તાન અક્ષર પટેલ પણ આશાને અનુરૂપ દેખાવ કરી રહ્યો નથી. લખનઉ પાસે નિકોલસ પૂરન, મિચેલ માર્શ અને એડન માર્કરમના રૂપમાં ત્રણ ધાકડ બેટધર છે. જે દિલ્હીની બોલિંગ લાઇન અપને છિન્નભિન્ન કરી શકે છે. લખનઉના ઇકાના સ્ટેડિયમની પિંચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે. આથી ટોસ જીતનાર ટીમ લક્ષ્યનો પીછો કરવાનું પસંદ કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025