• શુક્રવાર, 09 મે, 2025

ખુદ પર શંકા કરો તો દબાણ વધે : રોહિત શર્મા

મુંબઇ, તા. 21:  સીએસકે વિરુદ્ધ ગઇકાલે રાત્રે રમાયેલા મેચમાં અનુભવી ઓપનિંગ બેટધર રોહિત શર્માએ 4પ દડામાં 76 રનની સ્ટ્રોકફૂલ ઇનિંગ રમી હતી. તે નોટઆઉટ રહ્યો હતો અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. રોહિતની 76 રનની અને સૂર્યકુમારની અણનમ 68 રનની ઇનિંગથી મુંબઇની 9 વિકેટે સરળ જીત થઇ હતી.

મેચ બાદ ફોર્મમાં વાપસી કરનાર રોહિત શર્માએ કહ્યંy કે મારા માટે જરૂરી એ છે કે જે હું કરી રહ્યો છું તે કરતો રહુ, અલગ કરવાની જરૂર નથી. આનો મતલબ એ છે કે જે રીતે બોલને હિટ કરી રહ્યો છું એ રીતે હિટિંગ કરતો રહુ. મારી કોશિશ આ જ રહેશે. આ માટે મગજ સ્પષ્ટ રાખવું પડે છે. જો હું ખુદ પર શંકા કરવા લાગું તો દબાણ વધી જાય. હું બેટિંગ વખતે અલગ અલગ ચીજ કરવાની કોશિશ કરું છું. જેમાં મારો અનુભવ કામ આવે છે.

રોહિત શર્માએ આ મેચ અગાઉ નેટ પ્રેક્ટિસ કરી ન હતી. જે વિશે મુંબઇના કોચ જયવર્ધનેએ કહ્યંy આથી બહુ ફરક પડતો નથી. આપ અનુભવી ખેલાડીને આ પ્રક્રિયામાં રેસ્ટ આપી શકો છો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અપ્રમાણસર સંપત્તિ કેસમાં CBIએ IRS અધિકારીના રહેણાક સહિતના 11 સ્થળે તપાસ કરી May 09, Fri, 2025