લંડન, તા.22: ટીમ ઇન્ડિયાના સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને સ્ટાર મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના પ્રતિષ્ઠિન વિઝડન ક્રિકેટર ઓફ ધ યર-2024 એવોર્ડ માટે પસંદ કરાયા છે. આ ઘોષણા વિઝડન ક્રિકેટર્સ અલમાનૈકના 202પની એડિશનમાં કરવામાં આવી છે. સ્મૃતિ મંઘાનાએ આ એવોર્ડ બીજીવાર જીત્યો છે. આવું કરનારી તે પહેલી ભારતીય મહિલા ક્રિકેટર છે. આ પહેલા તેણીએ 2018માં આ એવોર્ડ જીત્યો હતો. વિઝડન તરફથી વેસ્ટ ઇન્ડિઝનો નિકોલસ પૂરન 2024નો બેસ્ટ ટી-20 ક્રિકેટર જાહેર થયો છે.
વિઝડન
ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ વર્ષ 1889થી આપવામાં આવી રહ્યો છે.
વર્ષ
2024માં જસપ્રિત બુમરાહે ત્રણેય ફોર્મેટમાં જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેણે 2024માં
14.92ની એવરેજથી 71 ટેસ્ટ વિકેટ લીધી હતી. કોઇ પણ બોલર દ્વારા સૌથી ઓછી સરેરાશમાં આ
સૌથી વધુ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ છે. આ ઉપરાંત 20થી ઓછી સરેરાશથી 200 વિકેટ લેનારો
બુમરાહ વિશ્વનો પહેલો બોલર છે. ટી-20 વર્લ્ડ કપમાં ભારતની જીતનો તે મહાનાયક હતો. આ
ટૂર્નામેન્ટમાં બુમરાહે ફક્ત 4.17ની ઇકોનોમીથી 1પ વિકેટ લીધી હતી.
આથી
તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની ધરતી
પર તેણે 37 વિકેટ
લીધી
હતી. જ્યારે સ્મૃતિ મંધાનાએ 2024માં 16પ9 ઇન્ટરનેશનલ રન કર્યાં હતા. મહિલા ક્રિકેટર
દ્રારા એક વર્ષમાં સૌથી વધુ રનનો આ રેકોર્ડ છે. વન ડેમાં તેણીએ 4 સદી ફટકારી હતી. ટી-20
ઇન્ટરનેશનલમાં 763 અને વન ડે ફોર્મટમાં 747 રન કર્યાં હતા. સ્મૃતિને 2024માં એક ટેસ્ટ
મેચ રમવાનો મોકો મળ્યો હતો. જેમાં 149 રન બનાવ્યા હતા.
વિઝડને
2024 માટે જે પાંચ ક્રિકેટરને પસંદ કર્યાં છે. તેમાં ગસ એટકિન્સન, લિયામ ડોસન, સોફી
એકલેસ્ટોન, જેમી સ્મિથ અને ડેન વોરોલ છે. આ તમામ ઇંગ્લેન્ડના ખેલાડી છે. સોફી મહિલા
ટીમની સ્પિનર છે જ્યારે વોરોલ હજુ સુધી ઇંગ્લેન્ડ તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો નથી.