નવી દિલ્હી તા.6: ક્રોએશિયાની રાજધાની જાગ્રેબમાં ચાલી રહેલ સુપર યુનાઇટેડ રેપિડ ચેસટૂર્નામેન્ટમાં ભારતનો વિશ્વ વિજેતા શતરંજ ખેલાડી ડી. ગુકેશ ચેમ્પિયન થયો છે. રેપિડ ફોર્મેટમાં ગુકેશના 18માંથી 14 પોઇન્ટ થયા હતા અને પહેલા સ્થાને રહ્યો હતો. ગુકેશે આખરી રાઉન્ડમાં અમેરિકી ગ્રાંડમાસ્ટર વેસ્લીને 36 ચાલ પછી હાર આપી ખિતાબ પોતાના નામે કર્યોં હતો. આ ટૂર્નામેન્ટમાં ગુકેશને 9 મુકાબલામાંથી 6 બાજીમાં જીત હાંસલ કરવામાં સફળતા મળી હતી. બે મુકાબલા ડ્રો રહ્યા હતા અને એકમાં હાર સહન કરી હતી. ભારતીય યુવા ખેલાડી ડી. ગુકેશે શાનદાર દેખાવ કરીને મેગ્નસ કાર્લસન સહિતના ટોચના ખેલાડીઓને પાછળ રાખી સુપર યુનાઇટેડ રેપિડ ચેસ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી.