• સોમવાર, 07 જુલાઈ, 2025

મંડીમાં ફરી વાદળ ફાટયું, કોરતંગમાં ભારે નુકસાન

એમપી, બંગાળથી લઈને ઓરિસ્સા સુધી ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી, તા. 6 : હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ફરી એક વખત વાદળ ફાટવાની ઘટના બની છે. ચૌહારઘાટી સિલ્હબુધાનીના કોરતંગમાં મોડી રાત્રે વાદળ ફાટવાના કારણે ભારે નુકસાન થયું હતું. જોકે જાનહાની થઈ નથી. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા મંડી, કાંગડા અને સિરમૌરમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે ઉના, હમીરપુર, બિલાસપુર, ચંબા, કુલ્લુ, શિમલા અને સોલનમાં ઓરેન્જ એલર્ટ છે.

દેશના વિભિન્ન વિસ્તારમાં મોન્સુનની સક્રિયતાના કારણે આગામી અમુક દિવસ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર મોન્સુન ટ્રફ સામાન્ય સ્થિતિની નજીક છે. જેના પ્રભાવથી મધ્ય પ્રદેશમાં 11 જુલાઈ સુધી અલગ અલગ સ્થળે વરસાદની આગાહી છે. ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, વિદર્ભ અને છત્તીસગઢમા આઠમી જુલાઈ સુધી ભારે વરસાદ થશે. પૂર્વ અને મધ્ય ભારતમાં  આગામી સાત દિવસ સુધી કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની સંભાવના છે.

ઇ-પેપરના નવા શુલ્ક