રાજકોટ, તા.6: સૌરાષ્ટ્રમાં અત્યારે મેઘરાજા મનમૂકીને વરસી રહયા છે ત્યારે ભાવનરગ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે એક..બે..ત્રણ.. નહીં એક સાથે 17 સિંહ જોવા મળ્યા છે. જિલ્લાના જેસર પંથકમાં સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યાં જેસરના શેવડીવદર ગામમાં એકસાથે 17 સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. રાત્રિના સમયે સિંહોનો પરિવાર ગામમાં ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક યુવકે આ દૃશ્યોને કેમેરામાં કેદ કરી લીધા હતા અને સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એકસાથે 17 સિંહ દેખાતા સ્થાનિકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું.
જેસરના
શેવડીવદર ગામમાં રાત્રિના સમયે 17 સિંહનો પરિવાર એક સિંહબાળ સાથે ફરતો દેખાયો હતો.
આ પહેલાં આ વિસ્તારમાં 12 સિંહોના પરિવારનો
વીડિયો જોવા મળ્યો હતો, ત્યારે હવે 17 સિંહનો એક વિશાળ સમુહ જોવા મળતા વન્યજીવ પ્રેમીઓ
અને સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રામજનોમાં આ ઘટનાને લઈને અનેક પ્રકારની
ચર્ચાઓ થઈ રહી છે. આ પહેલા ભાવનગરના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ સાદીક મુજાવરે
પાલિતાણા વિસ્તારમાં એક સાથે 19 સિંહનો ફોટોગ્રાફ ક્લિક કર્યો હતો.આ ઘટના સાબિત કરે
છે કે ગીર વિસ્તારના સિંહો હવે ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં પણ વસવાટ કરી રહ્યા છે.
વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહોની હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.
આ દ્રશ્યને
એક સ્થાનિક યુવકે પોતાના કેમેરામાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો,
જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોવા મળે છે કે સિંહોનું
ટોળું ગામના રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે અને આસપાસના લોકો આ નજારો જોઈને આનંદિત થઈ
રહ્યા છે. વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે,
જેથી તેઓ સુરક્ષિત રહી શકે.