• સોમવાર, 07 જુલાઈ, 2025

ફ્રાન્સે ખોલી ચીનની પોલ : ઓપરેશન સિંદૂર પછી રાફેલને બદનામ કરવાના પ્રયાસનો દાવો

અન્ય દેશોને રાફેલ ખરીદતા રોકવા અને ચીની બનાવટનાં યુદ્ધવિમાન તરફ વાળવાની ઝુંબેશનો પર્દાફાશ

નવીદિલ્હી, તા.6: ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાને રાફેલ સહિત છ ભારતીય વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો, જેને ભારતીય સેનાએ નકારી કાઢ્યો હતો.  આ પછી ઘણા દેશોમાં રાફેલ લડાકૂ વિમાનને લઈને સવાલ ઉઠયા હતાં. જો કે હવે ફ્રાન્સ તરફથી સંપૂર્ણ સત્ય બહાર આવી ગયું છે.  ફ્રેન્ચ સૈન્ય અને ગુપ્તચર અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે, ચીને તેના દૂતાવાસોનો ઉપયોગ કરીને ફ્રાન્સનાં આ પ્રમુખ યુદ્ધ વિમાનનાં દુષ્પ્રચાર કર્યો હતો.

વિદેશી દૂતાવાસોમાં ચીની સંરક્ષણ સહયોગીઓ રાફેલના વેચાણને નબળુ પાડવાની ઝુંબેશ ચલાવી રહ્યાં હતાં અને અન્ય દેશોને આ યુદ્ધ વિમાન ખરીદવા માટે નિરુત્સાહ કરવા અને તેના બદલે ચીની બનાવટના વિમાનોની પસંદગી કરવા માટે મનાવવાનો હતાં.  ફ્રાન્સના અધિકારીઓએ કહ્યું છે કે તેઓ પાકિસ્તાન અને ચીન દ્વારા રાફેલને બદનામ કરવા અને ઓનલાઇન ખોટી માહિતી ફેલાવવા માટે કથિત સંગઠિત અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.  ફ્રાન્સે જણાવ્યું હતું કે આ ઝુંબેશમાં કથિત રીતે રાફેલના કાટમાળના બનાવટી દ્રશ્યો, એઆઈ-જનરેટેડ સામગ્રી અને 1,000 થી વધુ નવા બનાવેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેથી ચીની ટેકનોલોજી શ્રેષ્ઠ છે તે વાત ફેલાવી શકાય.

 

ઇ-પેપરના નવા શુલ્ક