• મંગળવાર, 15 જુલાઈ, 2025

ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા 225 રને ઓલઆઉટ

આખરી 7 વિકેટ 68 રનમાં ગુમાવી : વિન્ડિઝ તરફથી શમાર જોસેફની 4 વિકેટ

કિંગ્સટન, તા.13: વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી પહેલાથી જ 2-0થી કબજે કરનાર ઓસ્ટ્રેલિયા ટીમે બેટિંગમાં ફરી એકવાર નબળો દેખાવ કર્યો છે. ત્રીજા અને આખરી ટેસ્ટના પ્રારંભકિ દિવસે ઓસ્ટ્રેલિયા ટીમ 22પ રને ઓલઆઉટ થઇ હતી. આ ડે-નાઇટ ટેસ્ટમાં એક પણ કાંગારૂ બેટર અર્ધસદી કરી શકયો ન હતો. પહેલા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝના 1 વિકેટે 16 રન

થયા હતા.

ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવન સ્મિથે 66 દડામાં 8 ચોક્કાથી 48 અને કેમરૂન ગ્રીને 108 દડામાં પ ચોક્કાથી 36 રન કર્યાં હતા. ઓસ્ટ્રેલિયાએ આખરી 7 વિકેટ 68 રનમાં ગુમાવી હતી. કપ્તાન પેટ કમિન્સે 24, એલેકસ કેરીએ 21 અને ટ્રેવિસ હેડે 20 રનનું યોગદાન આપ્યું હતું. પિન્ક બોલમાં કેરેબિયન ફાસ્ટ બોલર સામે કાંગારૂ બેટર્સ ટકી શકયા ન હતા અને 70.3 ઓવરમાં 22પ રને ઓસ્ટ્રેલિયન ટીમ ઓલઆઉટ થઇ હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી શમાર જોસેફે 33 રનમાં 4, જાયડન સિલ્સે પ9 રનમાં 3 અને જસ્ટિન ગ્રીવ્સે પ6 રનમાં 3 વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડિઝે નવોદિત ઓપનર કેવલોન એન્ડરસન (3)ની વિકેટ ગુમાવી 16 રન કર્યાં હતા. તેનો શિકાર 100મો ટેસ્ટ રમી રહેલ મિચેલ સ્ટાર્કે કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક