હાર્દિકનાં સ્થાને સૂર્યકુમારને કપ્તાનપદ સોંપવા અશ્વિન અને શ્રીકાંતની માગ
નવી
દિલ્હી, તા.23 : આઇપીએલ-2026 અગાઉ ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને
કહ્યું છે કે હાલના દેખાવને જોતા સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કપ્તાન પદનો
હકદાર છે. મુંબઈ ઇન્ડિયન્સ ટીમે સૂર્યકુમારને આગેવાની સોંપી દેવી જોઈએ. અશ્વિનનું કહેવું
છે કે હાર્દિક પંડયાએ ખેલદીલિથી કેપ્ટન પદ છોડી દેવું જોઈએ. આ જ યોગ્ય ફેંસલો છે.
અશ્વિન
કહે છે કે, એમઆઇનો કેપ્ટન સૂર્યકુમારને બનાવવો સીધો અને સરળ નિર્ણય છે. તેણે જુલાઈ
-2024થી ભારતીય ટીમની કપ્તાની સંભાળી છે. આ પછીથી એક પણ ટી-20 શ્રેણી ગુમાવી નથી. તેની
કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપ ચેમ્પિયન પણ બની છે. અશ્વિન કહે છે કે હાર્દિક
માટે સ્થિતિ ઘણી પડકારરૂપ છે જ્યારે તમારી ટીમમાં ભારતનો કેપ્ટન હાજર હોય ત્યારે તેનાં
પર દબાણની સ્થિતિ બની રહેશે.
અગાઉ
કૃષ્ણામાચારી શ્રીકાંતે પણ સૂર્યકુમારની તરફેણ કરતા કહ્યું હાર્દિક પંડયાએ આ પદ છોડી
દેવું જોઈએ, કારણ કે સૂર્યકુમાર નિર્વિવાદ રૂપે ભારતનો સફળ ટી-20 કેપ્ટન છે. મુંબઈ
ટીમમાં રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ હાજર હોય અને હાર્દિક પંડયા કપ્તાની કરે તે
હાસ્યાસ્પદ વાત છે.