• મંગળવાર, 24 માર્ચ, 2026

સટ્ટાબજારમાં ટ્રમ્પ પરિવારની એન્ટ્રી!

- ટ્રમ્પનો પરિવાર ટ્રુથ પ્રીડિક્ટ નામે પ્લેટફોર્મ લોન્ચ કરવાની તૈયારીમાં : અમેરિકાનાં રાજકીય વર્તુળોમાં ચકચાર

 

 

નવી દિલ્હી, તા.23: અમેરિકાનાં રાજકીય વર્તુળોમાં અટકળોની બજાર ખરેખર ગરમ થઈ ગઈ છે. અમેરિકાનાં પ્રીડિક્શન માર્કેટ સાથે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પરિવારનાં વધતા ઘરોબાનાં કારણે રાજકીય અને કાનૂની ચર્ચા છેડાઈ ગઈ છે અને તેમાં પારદર્શિતા અને હિતોનાં ટકરાવ સહિતનાં ગંભીર સવાલો ઉભા થઈ ગયા છે.

ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપે તાજેતરમાં ટ્રુથ પ્રીડિક્ટ નામે પોતાનું પ્રીડિક્શન પ્લેટફોર્મ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ મીડિયા સાથે એકીકૃત કરવામાં આવશે જ્યારે ટ્રમ્પનાં મોટા પુત્ર આવા જ સટ્ટાબાજીનાં ફ્લેટફોર્મ કાલ્શી અને પોલીમાર્કેટ સાથે સલાહકાર અને રોકાણકાર તરીકે જોડાયેલા છે. આ પ્લેટફોર્મ તેનાં વપરાશકારોને ચૂંટણી, રમતગમત, આર્થિક ઘટનાઓ સહિત અન્ય વાસ્તવિક બનાવોનાં પરિણામો ઉપર દાવ લગાડવાની સુવિધા આપે છે અને આલોચકો આને પરંપરાગત જુગાર કે સટ્ટાનું જ ડિજીટલ સ્વરૂપ ગણાવે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક