તેણે
બોલરોમાં ભય પેદા કરી દીધો છે: સ્ટેનનું મંતવ્ય
ગુવાહાટી,
તા.8 : 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ ક્ષમતા પર ટીમ ઇન્ડિયાનો
સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડયા અભિભૂત થયો છે. ગઇકાલના
આઇપીએલ મેચમાં રાજસ્થાન સામે મુંબઈ ટીમને હાર મળી હતી. 11-11 ઓવરના આ મેચમાં વૈભવે
14 દડામાં પ છક્કાથી 39 રનની આતશી ઇનિંગ રમી બુમરાહના પણ હોશ ઉડાવી દીધા હતા.
મેચ
પછીના ઇનામ વિતરણ સમારંભમાં એમઆઇ કેપ્ટન પંડયાએ કહ્યું કે 16 કે 17 (વાસ્તવમાં 1પ)
વર્ષના છોકરાને આ રીતે રમતો જોવા ઘણો દિલચસ્પ છે. તે નિડર બની જે રીતે બેટિંગ કરે છે
તે કમાલનું છે. હું તેને ભવિષ્ય માટે શુભકામના આપું છે.
આ મેચમાં
કોમેન્ટ્રી કરી રહેલ દ. આફ્રિકાના મહાન ઝડપી બોલર ડેલ સ્ટેને વૈભવ વિશે કહ્યું કે તેણે
બોલરોમાં ભય પેદા કરી દીધો છે. બુમરાહ સામે તેણે મિડઓન પર સિકસ ફટકારી તે અદ્ભુત હતી.
આથી બુમરાહ પણ વિચાર કરતો થઇ ગયો હતો.