સિંધુની
પણ જીત: લક્ષ્ય અને શ્રીકાંતની હાર
નિંગબો
(ચીન), તા.8 : ભારતના યુવા શટલર આયુષ શેટ્ટીએ ચીનના વર્લ્ડ નંબર 7 ખેલાડી લી શી ફેંગને
હાર આપીને એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં શાનદાર શરૂઆત કરી છે. મેન્સ સિંગલ્સના પહેલા
રાઉન્ડના મેચમાં આયુષે અપસેટ કરીને લી શી ફેંગ વિરુદ્ધ 21-13 અને 21-16થી વિજય થયો
હતો જ્યારે ભારતની સ્ટાર ખેલાડી પી વી સિંધુએ પણ રસાકસી પછી પહેલા રાઉન્ડમાં જીત નોંધાવી
હતી. સિંધુએ મલેશિયાની ખેલાડી લીંગ ચેંગને 1પ-21, 21-11 અને 21-19થી હાર આપી હતી. જો
કે લક્ષ્ય સેન અને કે. શ્રીકાંત પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થયા હતા. એચએસ પ્રણય
બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. મિક્સ્ડ ડબલ્સમાં ભારતીય જોડી ધ્રુવ કપિલા-તનીશા ક્રાસ્ટોનો
થાઇલેન્ડની જોડી સામે 21-14, 11-21 અને 21-1પથી વિજય થયો હતો.