• શુક્રવાર, 19 જૂન, 2026

રોનાલ્ડોના રંગમાં ભંગ : પોર્ટૂગલને DR કોંગો ટીમે 1-1 પર રોક્યું

મેચ પછી રોનાલ્ડોનો હુરિયો અને મેસ્સી મેસ્સીના નારા લાગ્યા

 

હ્યૂસ્ટન, તા.18: લિયોનલ મેસ્સી કે કિલિયન એમ્બાપે જેવી શરૂઆત ફીફા વર્લ્ડ કપમાં ક્રિસ્ટીયાનો રોનાલ્ડો કરી શકયો નથી. રોનાલ્ડોના ફિક્કા પ્રદર્શનને લીધે પોર્ટૂગલનો ડીઆર કોંગો સામેનો મેચ 1-1 ગોલથી ડ્રો રહ્યો હતો. મેચ દરમિયાન રોનાલ્ડો મેદાન પર તેની પ્રતિભા અનુસારનો દેખાવ કરી શકયો ન હતો. મેચ બાદ ચાહકોએ રોનાલ્ડોનો હુરિયો બોલાવ્યો હતો અને મેસ્સી મેસ્સીના નારા લગાવ્યા હતા. 41 વર્ષીય રોનાલ્ડોને હવે પછીના પોર્ટૂગલના મેચમાં કોચ રોબર્ટો માર્ટિનેજ કદાચ બેંચ પર બેસાડી શકે છે. તેની ફિટનેસ પણ નબળી હોવાના રિપોર્ટ છે.

ફીફા ક્રમાંકની 46મા નંબરની ટીમ ડીઆર કોંગો સામે પોર્ટૂગલની શરૂઆત શાનદાર રહી હતી અને મેચની છઠ્ઠી મિનિટે જ જોઆઓ નેવેસે ગોલ કરીને પોર્ટૂગલને 1-0થી આગળ કર્યું હતું. જો કે પહેલો હાફ પૂરા થાય એ પહેલા હરીફ ટીમ ડીઆર કોંગોના ખેલાડી યોન વિસાએ ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. બીજા હાફમાં રોનાલ્ડો અને પોર્ટૂગલના બીજા ખેલાડીઓએ ગોલના એકથી વધુ મોકા ગુમાવ્યા હતા. આથી મેચ 1-1થી ડ્રો રહ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક