ડલાસ/ટોરંટો, તા.18: ફીફા વર્લ્ડ કપના ગ્રુપ એલમાં ખિતાબની દાવેદાર પૈકિની ટીમ ઈંગ્લેન્ડે શાનદાર દેખાવ કરીને મજબૂત ટીમ
ક્રોએશિયા
વિરુદ્ધ 4-2 ગોલથી સંગીન જીત હાંસલ કરી હતી. ઇંગ્લેન્ડના કેપ્ટન અને સ્ટાર સ્ટ્રાઇકર
હેરી કેને બે ગોલ કર્યાં હતા. તેણે મેચની 12મી મિનિટે પેનલ્ટી કિકથી ગોલ કરીને ઈંગ્લેન્ડને
આગળ કર્યું હતું. આ પછી ક્રોએશિયાના માર્ટિન બટુરિનાએ ડી એરિયાની બહારથી જોરદાર કિક
મારીને ગોલ કર્યોં હતો. આથી સ્કોર 1-1ની બરાબરી પર આવી ગયો હતો. જો કે આ પછી તુરત જ
હેરી કેન ત્રાટકયો હતો. તેણે હેડરથી અદ્ભુત ગોલ કરીને ઈંગ્લેન્ડને 2-1થી આગળ કરી દીધું
હતું. પહેલા હાફના સ્ટોપેજ ટાઇમમાં ક્રોએશિયા તરફથી ગોલ થયો હતો અને સ્કોર 2-2ની બરાબરી
પર લાવી દીધો હતો.
બીજા
હાફમાં ઈંગ્લેન્ડની રમત વધુ આક્રમક બની હતી. બીજા હાફની બીજી મિનિટે જ ઈંગ્લેન્ડના
સ્ટાર ખેલાડી જૂડ બેલિંઘમે ગોલ કરી ક્રોએશિયાને પ્રેશરમાં લાવી દીધું હતું. મેચની
8પમી મિનિટે ઈંગ્લેન્ડ તરફથી એકસ્ટ્રા ખેલાડી માર્કસ રેશફોર્ડે ગોલ કરી ઈંગ્લેન્ડની
4-2થી જીત નિશ્ચિત કરી દીધી હતી. આ મેચમાં ક્રોએશિયાનો અનુભવી ખેલાડી લુકા મોડ્રિચ
કોઇ કમાલ કરી શકયો ન હતો.
પનામા
સામે અંતિમ ક્ષણે ઘાનાની 1-0થી જીત
ગ્રુપ
એલના અન્ય એક મેચમાં ઘાના અને પનામા વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. નિર્ધારિત 90 મિનિટ
સુધી બન્ને ટીમ ગોલ કરી શકી ન હતી. 90 મિનિટ પછીના સ્ટોપેજ ટાઇમમાં 9પમી મિનિટે કાલેબ
યિરેંકીએ ગોલ કરીને ઘાનાને 1-0થી જીત અપાવી હતી.
ઉઝબેકિસ્તાન
વિરૂધ્ધ કોલંબિયાનો 3-1થી વિજય
ગ્રુપ
કેના મેચમાં કોલંબિયાનો ઉઝબેકિસ્તાન સામે 3-1 ગોલથી શાનદાર વિજય થયો હતો. કોલંબિયા
તરફથી મેચની 40મી, 6પમી અને 96મી મિનિટે ગોલ થયા હતા. જયારે ઉઝબેકિસ્તાન તરફથી એકમાત્ર
ગોલ 60મી મિનિટે થયો હતો. 3-1ની જીતથી કોલંબિયા ટીમ ગ્રુપ કેમાં ટોચના સ્થાને પહોંચી
ગઇ છે.