• શુક્રવાર, 19 જૂન, 2026

નીટ : બે દિવસમાં ચાર છાત્રના આપઘાત

કોઈમ્બતુરમાં અનુ કિર્તનાએ ઝેર ખાઈ લીધું

 

નવી દિલ્હી, તા. 18 : નીટ યુજીની ફરી લેવાનારી પરીક્ષાા અગાઉ, માનસિક રીતે ભાંગી પડેલા છાત્રો પોતાનું આયખું ટૂંકાવી રહ્યા છે. અમદાવાદમાં બિલ્ડિંગના છઠા માળેથી એક છાત્રએ છલાંગ લગાવી હતી. તો કોઈમ્બતુરમાં એક છાત્રાએ ઝેર પી લીધું હતું.

છેલ્લા બે દિવસમાં નીટની તૈયારી કરી રહેલા ચાર છાત્રોએ આત્મહત્યા કરી હોવાની ઘટનાઓ બની છે.

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે એક 17 વર્ષીય છાત્રા કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફલેટના છઠા માળેથી પડતું મૂકીને અંતિમ પગલું ભરી લીધું હતું.

બીજીતરફ તામિલનાડુના કોઈમ્બતુરમાં 19 વર્ષની છાત્રા અનુકિર્તનાએ ઝેર ખાઈને આપઘાત કરી લીધો હતો.

આત્મહત્યા પહેલા કુટુંબીઓને વ્હોટસએપ મેસજમાં છાત્રાએ લખ્યું હતું કે, બીજીવાર નીટની પરીક્ષા આપતા ડર લાગી રહ્યો છે, મારા પિતાએ મારા પર ઘણો ખર્ચ કર્યો છે. હું તેમનો સામનો કેવી રીતે કરી શકીશ, તે સમજાતું નથી.

 છઠ્ઠા માળેથી રાત્રે અઢી વાગ્યે કહાન પટેલે ઁ બેડરૂમની બાલ્કની પાસે આવેલી સુરક્ષા જાળી કાપી અને ત્યારબાદ ત્યાંથી નીચે કૂદીને આપઘાત કરી

લીધો હતો.

ઘટનાની જાણ સૌથી પહેલા બિલ્ડિગના સુરક્ષા કર્મચારીને થઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકો અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

સ્થાનિકોના જણાવ્યા મુજબ છઠ્ઠા માળેથી કૂદકો માર્યા બાદ કહાનના શ્વાસ ચાલુ હતા પરંતુ એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં તેનું મોત નિપજ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક