• ગુરુવાર, 09 જુલાઈ, 2026

વર્લ્ડ કપ ફાઇનલની 8 ટીમ ફિક્સ: આજે રાત્રે પહેલી ટક્કર ફ્રાંસ-મોરક્કો વચ્ચે

સ્વિત્ઝરલેન્ડ 72 વર્ષ બાદ કવાર્ટર ફાઇનલમાં : કોલંબયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત

દિલધડક અને વિવાદાસ્પદ મેચમાં ઈજીપ્ત સામે આર્જેન્ટિનાનો 3-2થી યાદગાર વિજય

ન્યૂયોર્ક, તા.8: ફૂટબોલ વર્લ્ડ કપ-2026ના કવાર્ટર ફાઇનલની 8 ટીમ ફિક્સ થઇ ચૂકી છે. ગઇકાલે રાઉન્ડ-16ના આખરી બે મેચ રમાયા હતા. જેમાં ઇજીપ્ત સામે ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાનો 3-2 ગોલથી દિલધડક વિજય થયો હતો. જ્યારે સ્વિત્ઝરલેન્ડ ટીમે 72 વર્ષ બાદ ફીફા વર્લ્ડ કપના કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે રસાકસી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં કોલંબિયા વિરુદ્ધ 4-3 ગોલથી યાદગાર વિજય હાંસલ કર્યો હતો.

આર્જેન્ટિના અને ઈજીપ્ત વચ્ચેનો મેચ વિશ્વ કપ ઇતિહાસનો સૌથી રોમાંચક અને વિવાદાસ્પદ પૈકિનો એક બની રહ્યો હતો. મેચની 79મી મિનિટ સુધી 0-2થી પાછળ રહ્યા બાદ આર્જેન્ટિનાએ પછીની 13 મિનિટમાં ત્રણ ગોલ કરી ઇજીપ્ત પાસેથી વિજય છીનવી કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. મેસ્સીએ એક ગોલ કર્યો હતો અને ટૂર્નામેન્ટમાં 8 ગોલ સાથે ગોલ્ડન બૂટની રેસમાં ટોચ પર પહોંચ્યો હતો.  જ્યારે કોલંબિયા-સ્વિત્ઝરલેન્ડ વચ્ચેનો મેચ નિર્ધારિત અને વધારાના સમયમાં 0-0ની બરાબરી પર રહ્યો હતો. બાદમાં પેનલ્ટી શૂટઆઉટમાં સ્વિસ ટીમે 4-3 ગોલથી બાજી મારી હતી. આ સાથે સ્વિસ ટીમ 19પ4 બાદ પહેલીવાર કવાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે.

કવાર્ટર ફાઇનલ શેડયૂલ

મુકાબલો તારીખ   ભારતીય સમય     સ્થળ

મોરક્કો વિ. ફ્રાંસ   10 જુલાઇ          1-30    બોસ્ટન સ્ટેડિયમ

સ્પેન વિ. બેલ્જિયમ          11 જુલાઇ          12-30  એલએ સ્ટેડિયમ

નોર્વે વિ. ઇંગ્લેન્ડ   12 જુલાઇ          2-30    મિયામી સ્ટેડિયમ

આર્જેન્ટિના વિ. સ્વિત્ઝરલેન્ડ           12 જુલાઇ          6-30    કેનસસ સ્ટેડિયમ

(નોંધ: પહેલા ત્રણ મેચનો સમય રાત્રીનો અને છેલ્લા મેચનો સમય સવારનો છે.)

ઇ-પેપરના નવા શુલ્ક