• શનિવાર, 13 જુલાઈ, 2024

અને ટેનિસ સ્ટાર રડી પડયો...

ડેવિસ કપ વિજેતાએ મૃતક દાદીને સમર્પિત કરી જીત

માનચેસ્ટર, તા.17 : 3 વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા એન્ડી મરે ડેવિસ કપ ફાઇનલ્સના ગ્રુપ તબક્કામાં બ્રિટનને સ્વિત્ઝર્લેન્ડ પર ર-1થી જીત અપાવ્યા બાદ રડી પડયો અને કહ્યંy કે તે પોતાના દાદીના અંતિમ સંસ્કારમાં જઈ શક્યો ન હતો.

મરેએ લિએન્ડ્રો રિડીને 6-7 (7), 6-4, 6-4થી હરાવી બ્રિટનના વિજયી અભિયાનનો આરંભ કર્યો હતો. મેચ બાદ તેણે કહ્યંy કે મારા માટે આજે ખૂબ જ મુશ્કેલ દિવસ છે. આજે મારા દાદીના અંતિમ સંસ્કાર છે. હું ત્યાં જઈ ન શક્યો પરંતુ આ જીત તમારાં માટે છે દાદી. આટલું કહ્યા બાદ મરે પાછો પોતાની બેંચ ઉપર આવ્યો અને રડતાં જોવા મળ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક