અજાણ્યા લોકો છેતરી નહીં શકે, કરોડો મોબાઇલ ગ્રાહકોને લાભ
નવી
દિલ્હી, તા. 30 : ભારતમાં પહેલી નવેમ્બર રવિવારથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેના
પછી કરોડો ભારતીય મોબાઈલ યુઝર્સને ફાયદો થશે. હવે અજાણ્યા નંબરો પરથી આવતા કોલના નંબરની
સાથે સિમ યુઝર્સનું નામ પણ દેખાશે. વાસ્તવમાં ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા ટેલિકોમ
(જુઓ પાનું 10)
સર્વિસ
પ્રોવાઈડર્સને દિશાનિર્દેશો અપાયા છે. ટેલિકોમ વિભાગે ઓર્ડર જારી કરીને તમામ ટેલિકોમ
સર્વિસ પ્રોવાઈડર્સને દિશાનિર્દેશ આપ્યા છે કે, એક નવેમ્બરથી કોલર નેમ પ્રિઝેન્ટેશન
(સ્નેપ) રજૂ કરવું પડશે. સ્નેપ વાસ્તવમાં ભારતનું વેરિફાઈડ કોલર સિસ્ટમ છે, જેની મદદથી
કોલરનો નંબર અને નામ બતાવી શકાશે.
આ સ્થિતિમાં
જો કોઈ શખ્સ અજાણ્યા નંબરથી બીજા કોઈ શખ્સને કોલ કરે છે, તો કોલ રિસીવ કરનારની ફોનબુકમાં
તેનું નામ સેવ નથી તો ફોન પર તે નામ દેખાશે, જેના નામે સિમકાર્ડ જારી કરવામાં આવ્યું
છે.
ઓર્ડર
પ્રમાણે સ્નેપ સર્વિસ તે તમામ લોકો માટે અનેબલ કરવાનું કહ્યું છે, જે 4જી જનરેશનથી
ઉપરની સર્વિસનો ઉપયોગ કરે છે, જ્યારે 2જી અને 3જી સર્વિસ યુઝર્સ માટે સ્નેપ સર્વિસ
રોલઆઉટ કરવામાં આવશે, જેના માટે અલગથી જાહેરાત કરવામાં આવશે.
જ્યારે
પણ કોઈ શખ્સને સ્માર્ટફોન પર કોલ રિસીવ થશે, તો સ્માર્ટફોન ડિસ્પ્લે પર સૌથી ઉપર કોલર
નંબર દેખાશે, તેની નીચે કોલર કોન્ટેક્ટ્સ બુકમાં સેવ નામ દેખાશે. જો કોન્ટેક્ટ્સ બુકમાં
નંબર નામ સાથે સેવ નથી તો નીચેની તરફ તે નામ દેખાશે, જે ટેલિકોમ સર્વર પર સેવ છે.
ઈન્ટરનેશનલ
કોલ્સ થવા પર સ્નેપ હેઠળ કોલર નંબરની સાથે ઈન્ટરનેશનલ કોલ દેખાશે. આ સ્થિતિમાં તમામ
ટેલિકોમ કંપનીઓએ ડેટાબેઝ તૈયાર કરવો પડશે. હાલમાં આ સર્વિસનું ટેસ્ટિંગ થઈ રહ્યું હતું
અને આગામી દિવસોમાં તેને લાગુ કરી દેવામાં આવશે.
સરકાર
નવા નિયમની મદદથી સાયબર ક્રાઈમ અને કોલ કરીને થતી ઠગાઈને રોકવા માગે છે. આ માટે તે
સાવચેતી રૂપે તમામ જરૂરી પગલાં ઉઠાવી રહી છે અને લોકોને પણ જાગૃત કરવામાં મદદ કરી રહી
છે.