• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં સિંદારોવ વિરુદ્ધની પહેલી બાજી ચતુર ચાલથી ગુકેશે ડ્રો કરી

જિનીવા, તા.2પ : વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો પહેલા રાઉન્ડનો મુકાબલો બરાબરી પર છૂટયો છે. વર્તમાન વિજેતા ભારતના ડી. ગુકેશનો સામનો ઉઝબેકિસ્તાનના ગ્રાંડમાસ્ટર જાવોખિર સિંદારોવ વચ્ચે થઇ રહ્યો છે. પ્રથમ રાઉન્ડમાં કાળા મોહરાથી રમી રહેલ ગુકેશ દબાણમાં આવ્યો ન હતો અને સિંદારોવને બાજી ડ્રો કરવા મજબૂર કર્યો હતો. અંતિમ સમયમાં ગુકેશે સટીક ચાલો ચાલી હતી. શરૂઆતમાં બન્ને શતરંજ મહારથી વચ્ચે રણનીતિક દાવ-પેંચ જોવા મળ્યા હતા. ગુકેશે રૂઇ લોપેજ ઓપનિંગનો જવાબ આપવા માટે કાળા મોહરાથી બર્લિન ડિફેન્સ અપનાવ્યું હતું. ગુકેશ થોડો દબાણમાં હતો, કેટલીક ચતુર ચાલ ચાલીને વજીરને મધ્યાવસ્થામાં રાખીને સ્થિતિ સંભાળી રાખી હતી. એક સમયે ઉઝબેકિસ્તાનના ખેલાડીને મામૂલી સરસાઈ મળી હતી પણ ગુકેશે અંત સુધી બાજી સંભાળી રાખી પહેલા રાઉન્ડની ટક્કર ડ્રો કરી હતી.

ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 14 રાઉન્ડ રમાશે. જે ખેલાડી પહેલા 7.પ પોઇન્ટ પર પહોંચશે તે વિશ્વ વિજેતા જાહેર થશે.

ઇ-પેપરના નવા શુલ્ક