• શનિવાર, 13 જુલાઈ, 2024

કાંગારુ ક્રિકેટર ભાન ભૂલ્યા માર્શે વિશ્વ કપ ટ્રોફી પર પગ મૂક્યા

નવી દિલ્હી, તા.20: ઓસ્ટ્રેલિયાની ટીમ તેની રમત માટે જેટલી પ્રખ્યાત છે તેટલી જ તેમની વર્તણૂક માટે કુખ્યાત છે. વિશ્વ વિજેતા બન્યા બાદ કાંગારુ ખેલાડીઓ જીતના જશ્નમાં ભાન ભૂલ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ છે. જેમાં જોવા મળે છે કે કાંગારુ ક્રિકેટરો કેટલા ઘમંડી છે. આ તસવીર હોટેલના રૂમની છે અને તેમાં જોવા મળે છે કે મિચેલ માર્શ પોતાના બન્ને પગ વિશ્વ કપ ટ્રોફી પર રાખી આરામ ફરમાવી રહ્યો છે. આ તસવીરને ચાહકો સતત ટ્રોલ કરી રહ્યા છે અને અપમાનજક કહી રહ્યા છે. જો કે આ તસવીર અસલી છે કે નકલી તેની સત્તાવાર રીતે પુષ્ટિ મળતી નથી. કોઈપણ ખેલાડી કે ટીમ જયારે ટ્રોફી જીતે છે ત્યારે તેઓ તેને ચૂમતા હોય છે જ્યારે ઘમંડી કાંગારુ ક્રિકેટર તેના પર પગ રાખવાની ઘૃણાસ્પદ હરકત કરે છે.

અઝઙ ફાઇનલ્સમાં જોકોવિચ

રેકોર્ડ સાતમીવાર ચેમ્પિયન

તૂરિન (ઇટાલી), તા.20: સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને રેકોર્ડ સાતમીવાર એટીપી ફાઇનલ્સ ટૂર્નામેન્ટનો ખિતાબ કબજે કર્યો છે. વિશ્વ નંબર વન નોવાક જોકોવિચે ફાઇનલમાં સંપૂર્ણ વર્ચસ્વ સાથે ફક્ત 1 કલાક 43 મિનિટમાં સ્થાનિક ખેલાડી યાનિક સિનરને 6-3 અને 6-3થી હાર આપી હતી. આ જીત સાથે જોકોવિચ વર્ષનો અંત નંબર વન ખેલાડીનાં રૂપમાં કરશે તે પણ નિશ્ચિત બની ગયું છે. 2023નું વર્ષ જોકોવિચ માટે શાનદાર રહ્યંy છે. વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું હતું. એ પછી ફ્રેંચ ઓપનમાં જીત હાંસલ કરીને નડાલના 23 ગ્રાંડસ્લેમ ખિતાબની બરાબરી કરી હતી. વિમ્બલ્ડનના ફાઇનલમાં તેનો કાર્લોસ અલ્કારેજ સામે પરાજય થયો હતો. છેલ્લે અમેરિકી ઓપન જીતીને 24 ગ્રાંડસ્લેમ ટાઇટલનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ફાઇનલમાં ઇઈઈઈંએ મને આમંત્રિત કર્યો ન હતો: કપિલ

નવી દિલ્હી, તા.20: ભારતીય ટીમના પૂર્વ વિશ્વ વિજેતા કપ્તાન કપિલ દેવે કહ્યંy છે કે, ઓસ્ટ્રેલિયા સામેના ફાઇનલ મેચ વખતે બીસીસીઆઇ તરફથી તેમને આમંત્રિત કરાયા ન હતા. 1983માં ભારતને પહેલો વિશ્વ ખિતાબ અપાવનાર કપિલ દેવા તેના સાથી ખેલાડીઓ સાથે ફાઇનલ મેચ જોવા ઇચ્છુક હતા. ફાઇનલ દરમિયાન બીસીસીઆઇ દ્વારા વિશ્વ વિજેતા કપ્તાનો માટેનો સન્માન સમારંભ યોજાયો હતો. જેના પર કપિલ કહ્યંy કે બીસીસીઆઇએ મને બોલાવ્યો ન હતો. કપિલ કહે કહ્યંy આનું મને દુ:ખ નથી. બહુ મોટી ઇવેન્ટ હતી. તેઓ કદાચ મને ભૂલી ગયા હશે.

ઇ-પેપરના નવા શુલ્ક