• શનિવાર, 27 એપ્રિલ, 2024

મહિલા એશિયા કપ 19 જુલાઇથી શ્રીલંકામાં રમાશે

ભારત-પાક.ની ટક્કર 21 જુલાઇએ થશે

 

દુબઇ તા.27: વર્ષ 2024નો મહિલા એશિયા કપ ટી-20 ફોર્મેટમાં 19થી 28 જુલાઇ દરમિયાન શ્રીલંકામાં રમાશે. મહિલા એશિયા કપ ટૂર્નામેન્ટ 8 ટીમ વચ્ચે હશે. જેમાં યજમાન શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, બાંગલાદેશની ટીમો ઉપરાંત યૂએઇ, નેપાળ, થાઇલેન્ડ અને મલેશિયાની ટીમ પણ સામેલ હશે. આ વખતે મહિલા એશિયા કપમાં 8 ટીમને બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતીય મહિલા ટીમ ગ્રુપ એમાં પાકિસ્તાન, નેપાળ અને યૂએઇ સાથે છે. જયારે શ્રીલંકા, બાંગલાદેશ, થાઇલેન્ડ અને મલેશિયા ગ્રુપ બીમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તા. 21 જુલાઇએ ટકકર થશે. પ્રત્યેક ગ્રુપની ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે. ફાઇનલ મુકાબલો તા. 28 જુલાઇએ રમાશે. તમામ મેચ શ્રીલંકાના દામ્બુલા ખાતે રમાશે. મહિલા એશિયા કપમાં ભારત સાત ખિતાબ સાથે સૌથી સફળ ટીમ છે.

ઇ-પેપરના નવા શુલ્ક