• મંગળવાર, 23 એપ્રિલ, 2024

પાવર પ્લેમાં ધીમી બેટિંગ હારનું મુખ્ય કારણ: ઋતુરાજ

વિશાખાપટ્ટનમ, તા. 1 : ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું માનવું છે કે શરૂઆતની ઓવરોમાં તેની ટીમનો સંઘર્ષ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હારનું મોટું કારણ બની રહ્યંy. પાવરપ્લેમાં સીએસકેના બેટધરોએ ધીમી બેટિંગ કરી હતી. બાદમાં ધોનીએ આતશી 37 રન કર્યાં હતા. આમ છતાં સીએસકેની 20 રને હાર થઇ હતી. કપ્તાન ઋતુરાજે મેચ બાદ જણાવ્યું કે ડેથ ઓવર્સમાં અમારા બોલરોએ જે રીતે વાપસી કરી એથી હું ખુશ છું. દિલ્હીને 191 રન પર રોકવી સારો પ્રયાસ હતો. પહેલી ઇનિંગમાં પીચ સારી હતી. બાદમાં તેમાં ઉછાળ હતો. મારા મતે રચિન રવીન્દ્રની નિષ્ફળતા (બે રન) આ મેચમાં અમને ભારે પડી. તે શરૂઆતની ઓવરોમાં ઝડપથી રન બનાવી શકે છે. રહાણે (4પ) અને મિચેલ (34) વચ્ચેની 68 રનની ભાગીદારીથી અમને એમ હતું કે લક્ષ્ય હાંસલ કરી શકાશે પણ મુકેશકુમારે બે દડામાં બે વિકેટ લઇને મેચ પલટાવી દીધો. અમે રન રેટ ઓછો કરવા માટે કોઇ મોટી ઓવર રમી શક્યા નહીં.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક