• શનિવાર, 13 જુલાઈ, 2024

6 દડામાં 5 વિકેટ : ઇંગ્લેન્ડ સામે અમેરિકાનો 115 રનમાં નાટકિય ધબડકો

ક્રિસ જોર્ડનની હેટ્રિક સહિત 19મી ઓવરમાં 5 દડામાં 4 વિકેટ

બ્રિજટાઉન તા.23: ક્રિસ જોર્ડનની હેટ્રિક અને 6 દડામાં પ વિકેટ ગુમાવવાથી સુપર-8 રાઉન્ડના આજના મેચમાં ઇંગ્લેન્ડ સામે અમેરિકી ટીમનો 11પ રનમાં નાટકિય ધબડકો થયો હતો. ઇનિંગની 18મી ઓવરના આખરી દડે અમેરિકાનો હરમીત સિંઘ (21) સેમ કરનનો શિકાર થયો હતો. આ પછી ક્રિસ જોર્ડને 19મી ઓવરના પહેલા, ત્રીજા ચોથા અને પાંચમા દડે વિકેટ લીધી હતી. આથી અમેરિકાની ટીમે આખરી પ વિકેટ ઝીરો રનમાં અને 6 દડામાં ગુમાવી હતી. ઇંગ્લેન્ડનો ક્રિસ જોર્ડન ટી-20 વિશ્વ કપમાં હેટ્રિક લેનારો ઓવરઓલ છઠ્ઠો બોલર બન્યો હતો. જોર્ડને 10 રનમાં 4 વિકેટ લીધી હતી. જયારે સેમ કરન અને આદિલ રશીદને 2-2 વિકેટ મળી હતી.

ઇંગ્લેન્ડના કપ્તાન બટલરે ટોસ જીતીને અમેરિકાને દાવ આપ્યો હતો. અમેરિકા તરફથી સૌથી વધુ 30 રન નીતિશકુમારે 24 દડામાં 1 ચોકકા-2 છકકાની મદદથી કર્યાં હતા. કોરી એન્ડરસને 29 રનની ઇનિંગ રમી હતી. જયારે હરમીતસિંઘે 21 રન કર્યાં હતો. આખરી 4 ખેલાડી ઝીરોમાં આઉટ થયા હતા. આથી અમેરિકી ટીમ 18.પ ઓવરમાં 11પ રને ઓલઆઉટ થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક