• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

PM મોદી રશિયાની યાત્રાએ: મોસ્કોમાં ગાર્ડ ઓફ ઓનર

શાનદાર સ્વાગત : મિત્ર પુતિન સાથે દ્વિપક્ષી સહયોગનાં પાસાઓની સમીક્ષા માટે મોદીએ બતાવી ઉત્સુકતા : ભારત-રશિયા શિખર સંમેલનમાં ભાગ લેશે

નવીદિલ્હી, તા.8: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયા અને ઓસ્ટ્રિયાનાં ત્રણ દિવસનાં પ્રવાસે પહોંચી ગયા છે મોસ્કોમાં તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનાં નિમંત્રણ ઉપર ગયા છે અને બન્ને નેતાઓ 22મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં જોડાશે. જેમાં દ્વિપક્ષી સંબંધો અને મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે. પુતિન સાથે મોદી રક્ષા અને ઉર્જા ક્ષેત્રે વ્યાપાર વધારવા માટેની વાટાઘાટો કરશે. યાત્રા ઉપર નીકળતા પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બન્ને દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી છેલ્લા દસ વર્ષમાં ઘણી આગળ વધી છે.

રશિયા પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર ત્યાં થયેલા સ્વાગતની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, મોસ્કો પહોંચી ગયો છું. આશા છે કે, બન્ને દેશ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે. બન્ને દેશનાં મજબૂત સંબંધથી બન્ને દેશની જનતાને ફાયદો થશે. મોસ્કોમાં મોદીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રશિયાનાં ઉપપ્રધાનમંત્રી ડેનિસ મંટુરોવે મોદીનું સ્વાગત કર્યુ હતું અને પછી પોતાની કારમાં મોદીને હોટેલ લઈ ગયા હતાં. એક બેઠક બાદ મોદીએ રાત્રીભોજન પુતિન સાથે લીધું હતું.

મોસ્કોની યાત્રાએ જતા પહેલા મોદીએ કહ્યું હતું કે, હું મારા મિત્ર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષી સહયોગનાં તમામ પાસાઓની સમીક્ષા કરવા માટે ઉત્સુક છું. રશિયા ઉપરાંત મોદી ઓસ્ટ્રિયા પણ જવાના છે. તેમણે ઓસ્ટ્રિયાને ભારતનાં દૃઢ અને વિશ્વાસપાત્ર ભાગીદાર દેશ તરીકે ઓળખાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બન્ને દેશ લોકતંત્રનાં આદર્શોથી જોડાયેલા છે. નવા ક્ષેત્રમાં ભાગીદારીને વધુ ઉંચાઈએ પહોંચાડવાની આશા છે.

વડાપ્રધાન મોદીની રશિયાની યાત્રા સાથે જ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (આઈએનએસટીસી) પણ ચર્ચામાં આવી ગયો છે. આશરે બે દાયકા બાદ આ ગલિયારો ફરીથી સક્રિય થતો દેખાય છે. વર્ષ 2000માં પ્રસ્તાવિત આઈએનએસટીસીને સુએજ કેનાલ માર્ગનાં વિકલ્પ તરીકે પેશ કરવામાં આવી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોલેજિયન યુવતીને પ્રેમજાળમાં ફસાવી ટ્રેનમાં દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈ ઝડપાયો રાજકોટથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ધાકધમકી આપી કૃત્ય આચર્યું’તું October 05, Sat, 2024