• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

100 કરોડ એન્ડ્રોઇડ ફોન હવે હેકિંગનાં જોખમમાં

ગૂગલે આપી ચેતવણી : એન્ડ્રોઇડ 12 કે તેનાથી જૂના વર્ઝનમાં નહીં મળે સિક્યોરિટી અપડેટ

 

નવીદિલ્હી, તા.8 : ગૂગલ તરફથી એન્ડ્રોઇડના વપરાશકારોને એક ડરામણી ચેતવણી આપવામાં આવી છે. ગૂગલે કંપનીએ સ્પષ્ટ કહ્યું છે કે, એન્ડ્રોઇડ 12 અથવા તેનાથી જૂના વર્ઝન પર ચાલતા ફોનમાં હવે સિક્યુરિટી અપડેટ નહીં મળે. આનો સીધો અર્થ એ છે કે આવા ઉપકરણો નવા માલવેર અને સ્પાયવેર હુમલાઓ માટે વધુ અસલામત બની ગયા છે. આના હિસાબે વિશ્વભરમાં લગભગ એક અબજ એન્ડ્રોઇડ ફોન વપરાશકર્તાઓ આ જોખમનાં દાયરામાં આવી ગયા છે. 

ગૂગલે પુષ્ટિ કરી છે કે એન્ડ્રોઇડ 12 અથવા તેનાથી જૂના સ્માર્ટફોનને હવે નવા સુરક્ષા પેચો પ્રાપ્ત થશે નહીં.  તાજેતરના ડેટા અનુસાર, ફક્ત 57.9 ટકા ઉપકરણો એન્ડ્રોઇડ 13 અથવા તેનાથી ઉપરના છે. બાકીના ઉપકરણોને સુરક્ષાના ધોરણોમાં પાછળ પડી ગયા છે.  2021 અથવા તેનાથી પહેલા લોન્ચ થયેલા મોટાભાગના ફોન આ સમસ્યાથી પ્રભાવિત છે. આનો અર્થ એ છે કે સિસ્ટમની નબળાઈઓ હવે સત્તાવાર રીતે સુધારવામાં આવશે નહીં.  આનાથી છેતરાપિંડી અને ડેટાની ચોરીનું જોખમ વધે છે.

એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમમાં અપડેટ્સ માટે ગૂગલ એકમાત્ર જવાબદાર નથી પરંતુ સેમસંગ, શાઓમી, ઓપ્પો, વિવો અને મોટોરોલા જેવી બ્રાન્ડ્સ તેમના પોતાના અપડેટ શેડ્યૂલ ચલાવે છે. ઘણી કંપનીઓ 2થી 3 વર્ષ પછી ઉપકરણને અપડેટ કરવાનું બંધ કરી દે છે. આને એન્ડ્રોઇડ ફ્રેગમેન્ટેશન કહેવામાં આવે છે, જ્યાં બજારમાં વિવિધ આવૃત્તિઓ એક સાથે ચાલતી રહે છે. તેનાથી વિપરીત, એપલ તેના આઇફોનમાં હાર્ડવેર અને સોફ્ટવેર બન્નેને નિયંત્રિત કરે છે. તેથી જ જૂના આઇફોનને પણ લાંબા સમય સુધી અપડેટ્સ મળતા રહે છે. એન્ડ્રોઇડમાં આ અંતર સુરક્ષા જોખમ વધારે છે.

સુરક્ષા સુધારાઓ વિનાના એન્ડ્રોઇડ ફોન માલવેર, સ્પાયવેર અને અદ્યતન શોષણ માટે સરળ લક્ષ્ય બની શકે છે. આવા હુમલાઓ વપરાશકર્તાનાં નામ, પાસવર્ડ અને બેન્કિંગ એપ્સનો ડેટા ચોરી શકે છે. ઓ.ટી.પી. અને મેસેજ ઇન્ટરસેપ્શનનું જોખમ પણ છે. ગૂગલ પ્લે પ્રોટેક્ટ હજી પણ એન્ડ્રોઇડ 7 અને તેનાથી ઉપરના માલવેર સ્કેનિંગ પ્રદાન કરે છે, પરંતુ તે સિસ્ટમ-સ્તરના સુરક્ષા પેચોને બદલી શકતું નથી. ગૂગલની સ્પષ્ટ સલાહ એ છે કે જો ફોન એન્ડ્રોઇડ 13 અથવા તેનાથી ઉપરનાં વર્ઝનમાં અપડેટ થઈ શકતો નથી, તો તેને બદલવો જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026