• સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026

114 રાફેલ ખરીદવા ભારતની તૈયારી

ચીન-પાકિસ્તાનને ધ્રુજાવી મૂકશે ભારત-ફ્રાંસની ડિફેન્સ ડીલ

 

નવી દિલ્હી, તા.8 : ભારત પોતાની વાયુસેનાની તાકાત વધારવા જઈ રહ્યું છે. ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ 114 રાફેલ વિમાન ખરીદવાની મંજૂરી આપી શકે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.

અત્યાધુનિક રાફેલ વિમાન પહેલાથી જ વાયુસેનાના કાફલામાં છે. 114 રાફેલ વિમાન ખરીદવાની પ્રક્રિયા હવે ઝડપી બની છે. અહેવાલો અનુસાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત પહેલાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી)ની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન ખરીદવાને મંજૂરી મળી શકે છે.

ઓપરેશન સિંદૂર પછી ભારત તેનાં સંરક્ષણ ક્ષેત્રને ઝડપથી મજબૂત બનાવી રહ્યું છે. 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં એક અઈં સમિટ યોજાવાની છે, જેમાં ઇમેન્યુઅલ મેક્રોન હાજરી આપશે. આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ હેઠળ 18 વિમાન ઉડાન ભરેલી સ્થિતિમાં ખરીદવામાં આવશે. 60 ટકા સુધીના વિમાનોનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. આ 114 વિમાનમાંથી 80 ટકા વિમાનો ભારતમાં બનાવી શકાય છે. આ પ્રોજેક્ટ હેઠળ 88 સિંગલ-સીટર અને 26 ટ્વીન-સીટર વિમાનો ખરીદી શકાય છે. જેમાંથી મોટાભાગના વિમાનોનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ઊંઝામાંથી ત્રણ કરોડના જીરૂની ચોરીમાં હાઇ કોર્ટનો વકીલ સૂત્રધાર February 09, Mon, 2026