• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

રાજકોટમાં કોટનના ધંધાર્થી સાથે કલકતાના પિતા-પુત્ર સહિતનાની રૂ.8.75 કરોડની ઠગાઈ

આઈ.પી.ઓ.માં રોકાણ કરી ઉંચું વળતર આપવાની લાલચ આપી નાણા રોકાણ કરાવ્યું’તું

 

રાજકોટ, તા.11 : રાજકોટમાં રહેતા અને કાલાવડમાં કોટન ફેકટરી ધરાવતા કોટનના ધંધાર્થીને આઈપીઓમાં રોકાણ કરવાથી ઉંચું વળતર અપાવવાની લાલચ આપી કલકતાના પિતા-પુત્ર સહિતની ટોળકી દ્વારા રૂ.8.7પ કરોડની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં  આવતા ડીસીબી પોલીસે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન

કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, યુનિ.રોડ પરના આલાપ એવન્યુમાં રહેતા અને યુનિ.રોડ પર શીવાલીંક-ર માં એપેક્ષ કોર્પોરેશન નામે ભાગીદારી દિનેશભાઈ માવજીભાઈ મકવાણા સાથે ઓફિસ ધરાવતા અશોકભાઈ માવજીભાઈ દુધાગરા નામના કોટનના વેપારીએ કોલકતામાં દેશપ્રિય પાર્ક રોડ પર રહેતા કમલકુમાર જવરલાલ કોઠારી અને આનંદકુમાર કમલકુમાર કોઠારી તેમજ પાર્ટન  ટ્રેડર્સ પ્રા.લી. અને ડીસ્પલે કોમર્શીયલ પ્રા.લી.કંપનીની ઓથોરાઈઝર લીપીકા ભટ્ટાચાર્ય સહિતના દ્વારા આઈપીઓમાં રોકાણ કરવાથી ઉંચું વળતર અપાવવાની લાલચ આપી રૂ.8.7પ કરોડની ઠગાઈ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવતા ડીસીબી પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ મામલે ક્રાઈમ બ્રાંચે હાથ ધરેલી તપાસમાં યુનિ.રોડ પર ઓફિસ ધરાવતા અને અગાઉ કાલાવડ ગામે રણુજા રોડ પર એન્જલ ફાયબર લી. નામે કોટન દોરા (યાન) બનાવવાની ભાગીદારીમાં ફેકટરી ધરાવતા અશોકભાઈ દુધાગરાને ર018માં એન્જલ ફાયબર લીમીટેડ પેઢીનો આઈ.પી.ઓ. લાવવો હોય તેના સી.એ.જે.જી.ઉનડકટ મારફત કોલકતાના મરચંટ બેંકર કમલકુમાર કોઠારીનો સંપર્ક થયોહતો અને ર018માં અશોકભાઈની પેઢીના આઈપીઓ માટે બી.એસ.ઈ.માં લીસ્ટીગ થયેલ અને આ પેઢીનો આઈપીઓ લીડ મેનેજર તરીકે મુંબઈ- કલકતાના ગીનીસ સીકયુરીટી લી.ના માલીક કમલકુમાર કોઠારી જેઓની પેઢી સેબીમાં રજીસ્ટર્ડ હોય જેથી કમલકુમાર કોઠારીને રાખ્યા હતા અને તેની મુંબઈ મરીન ડ્રાઈવ ખાતે ઓફીસ આવેલી હતી. બે વખત કમલ કોઠારી અને તેના પુત્ર આનંદ કોઠારીને મળ્યા હતા અને બંનેએ જણાવેલ કે અમારી કંપની અલગ અલગ કંપનીના આઈપીઓ લાવવા માટે મર્ચંટ બેન્કર્સનું કામ કરતા હોય રોકાણ કરવાથી બે વર્ષમાં સારૂં વળતર અપાવશે. આથી કમલ કોઠારી પર વિશ્વાસ કર્યો હતો. કમલ કોઠારીની ડીસ્પલે કોમર્શીયલ પ્રા.લી.અને પાર્ટન ટ્રેડર્સ લી.કંપનીમાં રૂ.8.7પ કરોડનું બેંક મારફત રકમ જમા કરાવી રોકાણ કર્યું હતું અને તેની સીકયુરીટી પેટે કમલ કોઠારી અને આનંદ કોઠારીના કહેવાથી લીપીકા ભટ્ટાચાર્યએ 10 ચેકો રૂ.ત્રણ કરોડના એપેક્ષ કોર્પોરેશનના નામે આપ્યા હતા અને

બાદમાં વેપારી અશોકભાઈ દુધાગરાને નાણાની જરૂરીયાત ઉભી થતા કમલ કોઠારી અને આનંદ કોઠારી પાસે નાણાની અને વળતરની માગણી કરતા કમલ કોઠારીએ જણાવ્યું હતું કે તમે આંગડીયા મારફત નાણા મોકલો બેંકથી પરત આપી દેશે આથી વેપારી અશોકભાઈએ રાજકોટથી પિતા-પુત્રને કોલકતા અને દિલ્હી ખાતે નાણા મોકલ્યા હતા અને પરત બેંક મારફત પરત લીધા હતા.

ત્યાર બાદ અશોકભાઈ દુધાગરા દ્વારા થોડા સમય પછી મુળ મુડી અને વળતરની માગણી કરતા પિતા-પુત્રએ અનેક વખત ખોટા વાયદા અને વચન વિશ્વાસ આપ્યા હતા અને આઈપીઓના બહાને રોકાણ કરાવવામાં આવેલ રકમ અને વળતરની રકમ પરત નહી કરતા ઠગાઈ કરવામાં આવી હોવાનું જણાતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કોલકતાના પિતા-પુત્ર અને મહિલા સહિતનાને ઝડપી લેવા માટેથી ચક્રો ગતિમાન કર્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક