કોંગ્રેસ અધ્યક્ષના ઉગ્ર પ્રહાર; પછાત વર્ગ પર દુષ્કર્મ કરનારાઓને સમર્થન અપાય છે
નવી
દિલ્હી, તા. 12 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે આકરા પ્રહાર કરતાં ભાજપને આતંકવાદીઓનો પક્ષ
લેખાવી નાખ્યો હતો. નરેન્દ્ર મોદી હંમેશાં કહે છે કે, કોંગ્રેસ શહેરી નક્સલવાદીઓનો
પક્ષ છે, તો હું કહું છું કે, તેમનો પક્ષ આતંકીઓનો પક્ષ છે.
મોદીને
અમારા પક્ષ પર આરોપ મૂકવાનો કોઇ હક નથી. ભાજપ ટોળાં દ્વારા હિંસાની પ્રવૃત્તિઓમાં સામેલ
છે, તેવો આરોપ ખડગેએ મૂક્યો હતો.
હરિયાણા
ચૂંટણીનાં પરિણામો પર તેમણે એવો સવાલ કર્યો હતો કે, કોંગ્રેસ જીતશે, તેવું આખો દેશ,
ભાજપ નેતાગીરી બોલતી હતી, તો એવું કયું પરિબળ છે, જેનાં કારણે કોંગ્રેસની હાર થઇ.
જે
લોકો પછાત વર્ગની મા-બહેન પર દુષ્કર્મ આચરે છે, તેમને ભાજપના નેતાઓ સમર્થન આપે છે,
તેવો આરોપ પણ કોંગ્રેસ અધ્યક્ષે મૂક્યો હતો.
ખડગેએ
કહ્યું હતું કે, જે પક્ષનો હેતુ દેશના ભાગલા કરવાનો છે, તેને સમર્થન આપનારા દેશમાં
જ છે.
બંધારણ
બદલવું, અનામત કે પછી હિન્દુ-મુસ્લિમોને અલગ કરવાની વાત હોય. આ બધું કરનારા આજ લોકો
છે, તેવા ગંભીર આરોપ ખડગેએ મૂક્યા હતા.