હિમવર્ષાથી
ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઠંડી વધવાની આગાહી: હિમાચલમાં બર્ફવર્ષા
નવી
દિલ્હી, તા.30 : લાંબી રાહ જોયા બાદ ઠંડીનું આગમન થયું છે, અત્યારે ભલે હળવું હોય,
પરંતુ તે હજુ વધુ વધશે. કારણ કે જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહેલગામમાં
રાત્રિનું તાપમાન શૂન્યથી નીચે પહોંચી જતાં કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે. હિમાચલ પ્રદેશમાં
પણ બરફવર્ષા શરૂ થતાં અંદાજ લગાવી શકાય છે કે હવે ઉત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં
ઠંડીનું જોરદાર મોજું શરૂ થશે. હવામાન ખાતાએ પણ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની
આગાહી કરી હતી. આજે જમ્મુ-કાશ્મીરના પહેલગામની બેતાબ ઘાટીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
થઈ હતી જેનાથી તાપમાન એકાએક ગગડી ગયું હતું, પ્રવાસીઓ બરફવર્ષાથી ખુશ થયા હતા. પહેલગામમાં
તાપમાન માઈનસ 3.4 ડિગ્રી થયું હતું. શ્રીનગરમાં પણ તાપમાન માઈનસ એક ડિગ્રીએ પહોંચ્યું
હતું.
આઈએમડી
અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જમ્મુ-કાશ્મીર
ઉપરાંત દિલ્હી એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબ વગેરે રાજ્યોમાં પણ ગાઢ ધુમ્મસનું
એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હિમાચલ
પ્રદેશમાં પણ હળવે હિમવર્ષા થઈ હતી, જેના કારણે ઉત્તરી પટ્ટાના ઘણા વિસ્તારોમાં આગામી
દિવસોમાં પારો વધુ નીચે આવી શકે છે. પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું
છે, જેની અસર હરિયાણામાં જોવા મળી હતી. ગઈકાલે હરિયાણામાં આ સિઝનનો સૌથી ઠંડો દિવસ
નોંધાયો હતો.
હિમાચલના
પાંચ જિલ્લા કિન્નોર, કુલ્લૂ, લાહૌલ સ્પિતી, કાંગડા અને ચંબામાં ત્રણ દિવસ હિમવર્ષાની
ચેતવણી જારી કરવામાં આવી હતી.