• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

આયુષ્માન કાર્ડમાં નવી એસઓપી તૈયાર કરાશે

ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ PM-JAY યોજનાના છીંડા દૂર કરાશે

આરોગ્ય વિભાગની બેઠકમાં PMJAY યોજના અંતર્ગત બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

અમદાવાદ, તા.30:  ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠક મળી હતી. જેમાં PM-JAY યોજનાને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આયુષ્યમાન કાર્ડમાં નવી એસઓપી તૈયાર કરવામાં આવશે.  ખ્યાતિ હોસ્પિટકાંડ બાદ આરોગ્યમંત્રી એલર્ટ મોડમાં જોવા મળ્યા છે. ત્યારે આ કાંડના મોટા ભાગના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જોકે ફરાર આરોપી કાર્તિક પટેલ વિદેશમાં કતારમાં છૂપાયાનો ઘટસ્ફોટ ગત રોજ થયો હતો. દરમિયાન આજરોજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષ સ્થાને  PM-JAY યોજનાને લઈને ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની મહત્વની બેઠક યોજાઇ હતી.  જેમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ PM-JAY યોજનાની ખામીઓ દૂર કરવામાં આવનાર છે. જેમાં ઙખ-ઉંઅઢ કાર્ડ ઈસ્યુ થાય ત્યાંથી લઈને લાભ મળવા સુધીની પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગ અને PM-JAY યોજનાના અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ અને મંત્રીઓ દ્વારા બેઠકમાં ચર્ચા કરીને PM-JAY યોજના અંગે નવી એસઓપી તૈયાર કરવામાં આવશે.ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા કેટલાક તબીબો હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિની જાણ થયા બાદ તેઓ નોકરી છોડીને જતા રહ્યા હતા. આવા 24 લોકોને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને 4 જેટલા લોકોનું 164 મુજબનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે.આગામી સમયમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર મામલે પુરાવાના નાશની કલમનો પણ ઉમેરો કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.

----------

કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ, તબીબોની શંકાસ્પદ ભૂમિકાની તપાસ

ક્રાઈમ બ્રાન્ચે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવી પૂછપરછ આદરી હતી. ઙખઉંઅઢ યોજનાના અધિકારીઓની ખ્યાતિ હોસ્પિટલ સંચાલકો સાથે સાંઠગાંઠનો આક્ષેપ થઈ રહ્યો છે કે, ખ્યાતિ હોસ્પિટલને ઓપરેશન માટે તાત્કાલિક મંજૂરી મળી જતી હતી. ઙખ-ઉંઅઢ યોજના હેઠળ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના કાર્ડ પર ગણતરીની મિનિટોમાં રૂપિયા પાસ થઈ જતા હતા. આ સમગ્ર કૌભાંડ પાછળ કેટલા અધિકારીઓ સંડોવાયેલા છે તે અંગે પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કેટલાક તબીબોની શંકાસ્પદ ભૂમિકા સામે આવતા તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે આગામી સમયમાં આ તમામ લોકો વિરુદ્ધમાં પણ કાર્યવાહી થઈ શકે છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક