• રવિવાર, 13 જુલાઈ, 2025

મહાકુંભમાં બ્લાસ્ટ કરાવ્યાનો ખાલિસ્તાની સંગઠનનો દાવો

ઈમેઈલથી જવાબદારી લીધી, પીલીભીત એન્કાઉન્ટરનો બદલો લીધાનું રટણ : પોલીસે ફગાવ્યો

જાલંધર તા.ર1 : યુપીના પ્રયાગરાજ ખાતે તા.19 જાન્યુઆરીના લાગેલી ભીષણ આગ બાદ એક ખાલિસ્તાની સંગઠને દાવો કર્યો છે કે તેણે મહાકુંભમાં બ્લાસ્ટ કરાવ્યો હતો. ઈમેઈલમાં ફતેહસિંહ બાગીનું નામ દર્શાવવામાં આવ્યુ છે.

આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (કેઝેડ એફ) એ મીડિયાને ઈમેઈલ મોકલીને દાવો કર્યો છે કે તેણે પીલીભીત એન્કાઉન્ટરનો બદલો લેવા મહાકુંભમાં બ્લાસ્ટ કરાવ્યો છે. આ બ્લાસ્ટનો હેતુ નુકસાન પહોંચાડવાનો ન હતો પરંતુ એક ચેતવણી હતી. ઉલ્લેખનીય છે કે પીલીભીતમાં ર3 ડિસેમ્બરે યૂપી પોલીસે એન્કાઉન્ટરમાં 3  આતંકવાદી ઠાર માર્યા હતા. મહાકુંભમાં ગત રવિવારે સાંજે અચાનક લાગેલી આગમાં 180 જેટલા ટેન્ટ રાખ થઈ ગયા હતા. રાંધણગેસનો બાટલો ફાટયા બાદ આગ લાગ્યાનું રિપોર્ટમાં સામે આવ્યું હતું. હવે ખાલિસ્તાની સંગઠને મહાકુંભમાં બ્લાસ્ટ કરાવ્યાને પગલે આગ લાગ્યાનો દાવો કર્યો છે. જો કે યુપી પોલીસે આવા દાવાને ફગાવ્યો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક