ચીનનો
વળતો જવાબ : તમામ અમેરિકી વસ્તુઓ ઉપર 34 ટકા ટેરિફ
નવી
દિલ્હી, તા. 4 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એલાનથી દુનિયાભરમાં હાહાકાર
મચ્યો છે.વિશ્વના ઘણા દેશોએ ટેરિફ ઉપર વાંધો ઉઠાવ્યો છે. ચીનને પણ ટ્રમ્પ ટેરિફ ખટકી
રહ્યો છે. ટ્રમ્પે ચીન ઉપર 34 ટકા ટેરિફ લાદ્યા છે. જેના જવાબમાં હવે ચીને પણ તમામ
અમેરિકી વસ્તુઓ ઉપર 34 ટકા ટેરિફ લાદી દીધો છે.
ચીને
શુક્રવારે તમામ અમેરિકી વસ્તુઓ ઉપર 10 એપ્રિલથી એકસ્ટ્રા ટેરિફ વધારવાનું એલાન કર્યું
છે. આટલું જ નહી ચીને એમ પણ કહ્યું છે કે અમેરિકાથી આવતી મેડિકલ સીટી એક્સ રે ટયુબોની
તપાસ શરૂ કરવામાં આવશે અને બે અમેરિકી કંપનીઓથી પોલ્ટ્રી ઉત્પાદનના આયાત ઉપર રોક મુકવામાં
આવશે. ચીન અમેરિકાની 11 કંપનીઓને પોતાની અવિશ્વસનિય સંસ્થાઓની યાદીમાં સામેલ કરશે.
જે આ કંપનીઓને ચીન માં અથવા તો ચીની કંપનીઓ
સાથે વેપાર કરતી રોકશે.
ચીને
કિંમતી ગેડોલીનિયમ અને યિટ્રિયમ સહિત અમુક અન્ય ધાતુઓના નિકાસ ઉપર પણ કડકાઈ રાખવાનો
સંકેત આપ્યો છે. આ તમામ ધાતુનું ખનન ચીનમાં સૌથી વધારે કરવામાં આવે છે. જેનો ઉપયોગ
ઈલેકટ્રીક કારથી લઈને સ્માર્ટ બોમ્બ સુધીની દરેક વસ્તુઓમાં થાય છે.