છઠ્ઠા
શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીનો 21 સૂત્રીય યોજનાનો પ્રસ્તાવ
બેંગકોક,
તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે થાઇલેન્ડમાં યોજિત બિમસ્ટેક શિખર સંમેલનને
સંબોધતાં ‘િબમસ્ટેક’ સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવાની પહેલરૂપે 21 સૂત્રની કાર્ય યોજનાનો
પ્રસ્તાવ આપ્યો હતો.
આ પ્રસ્તાવમાં
ભારતના યુપીઆઇને બિમસ્ટેક દેશોની પેમેન્ટ સિસ્ટમ (ચૂકવણા પ્રણાલી) સાથે જોડવાની જોગવાઇ
સામેલ છે. સાથોસાથ આ સમૂહના સભ્ય દેશો વચ્ચે જોડાણ મજબૂત કરવા માટે બિમસ્ટેક ચેમ્બર
ઓફ કોમર્સની સ્થાપના કરવાનો પ્રસ્તાવ પણ ભારતના વડાપ્રધાને મૂક્યો હતો.
છઠ્ઠા
બિમસ્ટેક શિખર સંમેલનને સંબોધન કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ સમૂહ વૈશ્વિક
ભલાઇને આગળ વધારવા માટે મહત્ત્વપૂર્ણ મંચ છે.
મોદીની
પ્રસ્તાવિત યોજનામાં માનવસંસાધનના સંગઠિત વિકાસ માટે ‘બોધિ’ અથવા બિમસ્ટેક પહેલ પણ
સામેલ છે.
આ પહેલ
હેઠળ દર વર્ષે બિમસ્ટેક દેશોના 300 યુવાનોને ભારતમાં પ્રશિક્ષણ અપાશે. આપણે સૌ એકમેકમાંથી
શીખીને આગળ વધશું, તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. હું ભારતના યુનિફાઇડ પેમેન્ટ
ઇન્ટરફેસ (યુપીઆઇ)ને બિમસ્ટેક દેશોમાં ચૂકવણાંની પ્રણાલી સાથે જોડવાનો પ્રસ્તાવ આપું
છું, તેવું મોદીએ જણાવ્યું હતું.