યુવતીએ
બૂમાબૂમ કરતા લોકોએ બચાવી
જેતપુર,
તા.4: રાજકોટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહી શાપર ગામે ખાનગી કંપનીમાં નોકરી કરતી વડિયા
તાલુકાની એક યુવતીને નોકરી દરમિયાન જે ઓટો રિક્ષામાં અપડાઉન કરતી હતી તે જ રિક્ષા ચાલક
તેના વતનમાં મુકવા જતી વેળાએ વડિયા પાસે એકલતાનો લાભ લઇ યુવતી સાથે બળજબરી કરતા તેણીએ
બૂમાબૂમ કરતા ત્યાંથી પસાર થતા કેટલાક યુવકોએ આ વિધર્મી રિક્ષાચાલકના ચુંગાલમાંથી યુવતીને
બચાવી હતી.
વડિયા
તાલુકાની એક યુવતી રાજકોટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહી શાપર-જીઆઈડીસીની પ્રાઈવેટ કંપનીમાં
એકાઉન્ટ કલાર્ક તરીકે નોકરી કરે છે. આ યુવતી રાજકોટથી શાપર નોકરી પર જ્વા આવવા માટે
દરરોજ અકિલ સતારભાઈ ઠાસરિયા નામના રિક્ષા ચાલકની રિક્ષામાં જતી. ગતરોજ યુવતી નોકરી
પરથી પરત આવતી હતી ત્યારે તેણીને તેણીના ઘરેથી કોલ આવેલ કે તેણીની માતાની તબિયત અચાનક
બગડી છે. જેથી આ યુવતીએ અકિલને જણાવેલ અને તેણે તમારા ઘરે રિક્ષામાં મૂકી જાવ તેવી
વાત કરી હતી. જેથી અકિલ તેણીને રિક્ષામાં તેણીના ગામ જવા નીકળ્યો જેમાં રાતે નવેક વાગ્યા
જેટલો સમય થઈ ગયો અને આ શખસે વડિયા રેલવે સ્ટેશન પાસેના રોડે રિક્ષા લીધી. જેથી આ કઈ
બાજુ લઈ જાવ છો તેમ યુવતીએ પૂછતાં અકીલે રેલવે સ્ટેશન પાસે અંધારામાં એક સુમસામ જગ્યાએ
રિક્ષા ઉભી રાખી તેણી સાથે બળજબરી કરવા લાગ્યો. અચાનક આવા જાતીય હુમલાથી યુવતી ડરી
ગઈ અને બૂમાબૂમ કરવા લાગતા ત્યાંથી પસાર થતા કેટલાક યુવકો તેણીની મદદે આવ્યા હતા. યુવકોએ
અકિલને હડસેલી યુવતીને તેની ચુંગાલમાંથી છોડાવી વડિયા પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. રેલવે
પોલીસની હદ આવતી હોય ઝીરો નંબરથી જેતલસર રેલવે પોલીસની ફરિયાદ ટ્રાન્સફર કરી હતી. રેલવે
પોલીસે આરોપી અકિલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.