અપશબ્દો
કહીને માર મારવાના કેસમાં ચૂકાદો
સૂત્રાપાડા,
તા 4 : સૂત્રાપાડા કોર્ટે જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ સહિત ચારને
કેદ ફટકારી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટના સરકારી વકીલ વિ.એ.પી.પી. એસ.બી. મલેક પાસેથી મળતી
માહિતી મુજબ વર્ષ 2019માં ગોરખમઢી ગામના રાજુભાઈ રમણીકભાઈ સૂચકને ગોરખમઢી ગામના અને
અત્યારે ગિર સોમનાથ જિલ્લા પંચાયતના સદસ્ય બાબુભાઈ રામભાઇ પરમારે ઘરે બોલાવી તેમની
સાથે નવાગામ ગ્રામ પંચાયતના સરપંચ અને અત્યારે સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ
લખમણભાઇ બામણિયા સાથે કિશનભાઈ નારણભાઇ વાઢેર, બચુભાઈ ભગવાનભાઇ વાઢેરએ અપશબ્દો કહી માર
માર્યો હતો. આ કેસ સુત્રાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી જતાં જજ આર.એમ.
ચાવડાએ આરોપીઓને અઢી વર્ષની સજા ફટકારી હતી.