• શનિવાર, 05 એપ્રિલ, 2025

તેલંગાણાના મુખ્યમંત્રી રેડ્ડીને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી

10 વિદ્રોહી ધારાસભ્ય સમક્ષ પેટાચૂંટણી અંગે ટિપ્પણીથી કોર્ટ નારાજ

નવી દિલ્હી, તા. 3 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે બીઆરએસ પક્ષના 10 વિદ્રોહી ધારાસભ્યની અયોગ્યતાવાળી અરજીની સુનાવણી કરતાં એક નિવેદન બદલ તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને ફટકાર લગાવી હતી.

રેવંતે તેલંગાણા વિધાનસભામાં 10 વિદ્રોહી ધારાસભ્યને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ પણ પેટાચૂંટણી નથી થવાની.

સુપ્રીમે કહ્યું હતું કે,  નેતાઓનાં નિવેદનોથી કોર્ટને કોઈ ફરક પડતો નથી, પરંતુ લોતકતંત્રના અન્ય બે સ્તંભનું સન્માન જેમ અમે કરીએ છીએ, નેતાઓ પાસે પણ એ જ અપેક્ષા છે. મુખ્યમંત્રીએ સંયમ રાખવો જોઈએ. શું અમે અદાલતની અવહેલના કરવા બદલ કોઈ કાર્યવાહી નહીં કરીને કોઈ ભૂલ કરી નાખી, તેવો સવાલ સર્વોચ્ચ અદાલતે નારાજગીભર્યા સ્વરે કર્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક